ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવશે, હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી
સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ત્યાં બેથી ચાર ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી રાજ્યમાં તાપમાન વધશે.
ગુજરાત (Gujarat)માં શિયાળાએ વિદાય લઈ લીધી છે અને ઉનાળાની ગરમી (Heat)ની શરુઆત થઈ ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતવાસીઓએ આગામી ચાર દિવસમાં કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી મુજબ હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ ગુજરાતવાસીઓ ગરમીથી તપી જશે.
ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. ગુજરાતમાં ઉનાળો દિવસેને દિવસે કાળઝાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હોળી પહેલા જ રાજ્યમાં ગરમીની જ્વાળાઓ ફેલાઈ છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં આજથી બે દિવસ એટલે કે રવિ અને સોમવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મંગળ અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી બે દિવસમાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ત્યાં બેથી ચાર ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.
કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે તો આગામી પાંચેક દિવસમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 38થી 40 ડીગ્રીની આસપાસ પહોંચી શકે છે.
આ પણ વાંચો- Gandhinagar: રોગચાળો બેકાબૂ બનતા તબીબી ટીમના કલોલમાં ધામા, એક સપ્તાહમાં 500થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા
આ પણ વાંચો- Kutch: ભૂજના બે ઐતિહાસિક તળાવોની દશા બેઠી, તળાવમાં ગંદકીના ઢગલા થતાં સ્થાનિકોમાં નારાજગી