Gujarat Weather Update : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આગામી દિવસોમા રાજ્યનું તાપમાન 2 ડિગ્રી વધશે

ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ભેજ આવતા તાપમાન 2 ડિગ્રી વધશે. રાજ્યમાં આવતીકાલે તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાશે. જો કે બે દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 9:13 PM

ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ભેજ આવતા તાપમાન 2 ડિગ્રી વધશે. રાજ્યમાં આવતીકાલે તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાશે. જો કે બે દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં આજે નલિયામાં સૌથી ઓછું 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. રાજ્યમાં સૌથી વધુ ઠંડી ડીસામાં 7.6 ડિગ્રી નોંધાઈ છે.. શીત લહેર અને ઠંડા ફૂંકાતા પવનને કારણે લોકોને હાડ થીજવતીનો અનુભવ થઈ રહ્યો છે.. રાજ્યના મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું જોર વધતા જનજીવનને અસર પડી છે

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતના.. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.. હિંદુ ધર્મના ચાર ધામ પૈકીના પવિત્ર આસ્થા સ્થાનક કેદારનાથ ધામમાં હિમવર્ષાથી રીતસરની બરફની ચાદર પથરાઈ છે.. કેદારનાથ મંદિરનું સમગ્ર પરિસર સંપૂર્ણપણે બરફથી આચ્છાદિત થઈ ગયું છે.

પાડોશી રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ ઠંડીએ બરાબર જોર પકડ્યું છે.. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડતા માઈનસ 2.4 ડિગ્રી થઈ ગયું.. નકી તળાવમાં બોટ પર બરફ જામી ગયો.. તો માઉન્ટ આબુના મેદાની વિસ્તારોમાં પણ ઘાસ પર બરફ જામી ગયો.. ઘરની બહાર પડેલા વાહન પર પણ બરફના થર જ જોવા મળ્યા

કાશ્મીરના અનેક વિસ્તારો માઈનસ ડિગ્રીમાં પહોંચી ચૂક્યા છે.. ઉત્તર ભારતમાં સ્કિઈંગ માટે પ્રસિદ્ધ ગુમલર્ગમાં છેલ્લા ત્રણ વર્ષની સૌથી વધુ ઠંડી પડી છે. લેહમાં માઈનસ 13.9 અને કારગીલના દ્રાસ સેક્ટરમાં સૌથી વધારે માઈનસ 19.2 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.. કાશ્મીર ઠુંઠવાઈ ચૂક્યું છે

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">