આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, જુઓ Video
રાજ્યમાં સાત જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે. તો તાપમાનમાં હાલ કોઇ જ ફેરફારની શક્યતા નથી.
રાજ્યમાં સાત જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે. તો તાપમાનમાં હાલ કોઇ જ ફેરફારની શક્યતા નથી. આપને જણાવી દઇએ કે હાલ ચોમાસું મુંબઇમાં દસ્તક દઇ ચૂક્યું છે. જોકે ગુજરાતમાં હાલ કોઇ જ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે.
સુરત, નવસારી, વલસાડ, ડાંગ,નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલી, તાપી, અમરેલી, ભાવનગર અને, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે..જો કે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં આ વખતે છેલ્લાં 16 વર્ષનું સૌથી વહેલું ચોમાસું બેઠું છે. કેરળમાં વહેલી એન્ટ્રી બાદ દક્ષિણના અન્ય ભાગોમાં પણ વરસાદે વહેલી જમાવટ કરી. ત્યારે તેની ગતિ જોતા લાગતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ વહેલું પ્રવેશી શકે છે, પરંતુ, હાલ મહારાષ્ટ્રની આસપાસ સક્રિય વરસાદી સિસ્ટમ ધીમી પડી છે. જેના પગલે 10 થી 15 જૂનની વચ્ચે ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગે પહોંચે તેવું અનુમાન છે.
ભલે ચોમાસું આવવામાં બ્રેક વાગી હોય પરંતુ એક વાત નક્કી એ છે કે આ વર્ષે ચોમાસું સારુ રહેવાનું છે..વાવણીલાયક વરસાદ થશે જેનાથી ખેડૂતો માટે આ ચોમાસુ આશીર્વાદ સમાન બની રહેશે.