આજનું હવામાન : રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક અઠવાડિયામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તો 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ 26 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે માવઠા પછી રાજ્યમાં 4 ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં ઠંડીનો માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક અઠવાડિયામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તો 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ 26 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે માવઠા પછી રાજ્યમાં 4 ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અરવલ્લી,ગાંધીનગર, કચ્છ,નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, ભરુચ, બોટાદ, જુનાગઢ, મોરબી,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. તો અમરેલી,મહીસાગર,નવસારી, પાટણ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગર,દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પંચમહાલ, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.