ગુજરાતનું હવામાન : આજે પોરબંદર સહિતના જિલ્લાઓમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યના મોટા ભાગની જિલ્લાઓમાં સુૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ દિવસ દરમિયાના 30 ડિગ્રી ઉપર તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે ગીર સોમનાથ, જામનગર, નર્મદા, પાટણ, પોરબંદર, સુરત, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં તાપમાન 36 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આ સાથે જ બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, નવસારી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.આ ઉપરાંત ગાંધીનગર, કચ્છ, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ દાહોદ અને અરવલ્લી જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં ન્યૂનતમ તાપમાન કેટલુ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, ભરુચ, ભાવનગર, બોટાદ, જુનાગઢ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, મહેસાણા,ખેડા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
