ઈસ્કોન બ્રિજ પર ઓવર સ્પીડમાંં આવેલી તથ્યની કારે રહેંસી નાખી 9 જિંદગી, RTOએ પણ તેજ રફ્તારને ગણાવ્યુ અકસ્માત પાછળનું મુખ્ય કારણ-Video
Ahmedabad: ઈસ્કોન બ્રિજ પર બુધવારે મધરાત્રે થયેલા એ ગોજારા અકસ્માત પાછળ ઓવરસ્પીડ, તેજ રફ્તાર મુખ્ય કારણ હોવાનું RTO વિભાગે પણ ગણાવ્યુ છે. અક્સ્માત સર્જનાર કારની સ્પીડ 120 કિમીની હતી જ્યારે બ્રિજ પર ગતિની મર્યાદા 70 કિલોમીટરની છે.
Ahmedabad: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા જીવલેણ અકસ્માતમાં બેફામ રફ્તાર મુખ્ય કારણ હતુ. આજ કારણને RTO વિભાગે પણ અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ ગણાવ્યુ છે. ટ્રાફિક વિભાગ સાથે હવે અમદાવાદ ઈસ્કોન અકસ્માત મુદ્દે RTO વિભાગ પણ એક્શનમાં છે અને અકસ્માતના મુખ્ય કારણનો રિપોર્ટ તૈયાર કર્યો છે.
આ પણ વાંચો: Ahmedabad : GMERSની મેડિકલ કોલેજોમાં થયો ફી વધારો, 5.50 લાખથી 17 લાખ સુધીની ફી લેવાશે
ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર ગતિ મર્યાદા 70 કિલોમીટરની છે જ્યારે તથ્યની કારની સ્પીડ 120 કિલોમીટરની હતી. આ જ કારણ છે કે લોકોનું ટોળુ જોયા છતા તે કારને કંટ્રોલ કરી ન શક્યો. તથ્યની આ કરતુત હવે તેનુ લાયસન્સ રદ કરાવી શકે છે.
દોઢ વર્ષ પહેલા જ તથ્યને ડ્રાઈવિંગ લાયસન્સ મળ્યુ છે. જે હવે ત્રણ વર્ષ માટે રદ થઈ શકે છે. બીજી તરફ થારનો અકસ્માત જોવા લોકો ભેગા થયા હતા તે થારચાલક પણ સગીર હતો. તેની સામે પણ આવા જ પગલા ભરાઈ શકે છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો