સુરેન્દ્રનગરના ખેડૂતોની, જેમને ખાતર માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. અહીં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતોનો દાવો છે કે 8 થી 10 દિવસમાં યુરિયા ખાતરની એક જ ગાડી આવતી હોય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું. શિયાળુ પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે ત્યારે ખાતરની અછતથી પાક નુક્સાનની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વહેલી તકે યુરિયા ખાતર ઉપલબ્ધ કરવામાં આવે તેવી ધરતીપુત્રો માગ કરી રહ્યા છે.