સુરતમાં M.SC અને ITના ચાર વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષામાં Chat GPTમાંથી ગેરરીતિ કરતા ઝડપાયા.વોશરૂમના બહાને મોબાઈલમાં ચેટ જીપીટીમાં જવાબ જોઈ લખી લેતા હતા. નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયેલા ૧૮૩માંથી ૫૨ વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા.