Ahmedabad ISKCON Car Accident Video : ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં મોટો ખુલાસો, જગુઆર કારનું રજિસ્ટ્રેશન આ વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું
ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. જગુઆર કારનું રજિસ્ટ્રેશન તથ્ય પટેલના નામે નહીં પરંતુ આ વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે.
ISKCON Car Accident : ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર અકસ્માત (Car Accident) કેસમાં મોટો ખુલાસો થયો છે. જગુઆર કારનું રજિસ્ટ્રેશન તથ્ય પટેલના નામે નહીં પરંતુ અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર કાર ક્રિશ વરિયાના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. કારનો માલિક ક્રિશ વરિયા છે અને આ કાર તથ્ય પટેલ ચલાવતો હતો.
બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ, આરટીઓ અને રોડ સેફ્ટી ઓથોરિટીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. નિષ્ણાતોની ટીમોએ અકસ્માત કેવી રીતે સર્જાયો તેના ટેક્નિકલ કારણો જાણવા તપાસ હાથ ધરી છે. અમદાવાદના આરટીઓ ઋતુરાજ દેસાઈએ જણાવ્યું છે કે રોડમાં કોઈ સુધારા-વધારા કરવાના હોય તો તે કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચવવામાં આવશે અને સંબંધિત વિભાગોને પગલાં ભરવા જણાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એસ.જી. હાઇવે પર પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં લોકો માનતા નથી. અને ઓવર સ્પીડીંગના કારણે અકસ્માત સર્જાય છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો