AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: પીપાવાવ પોર્ટ પર આવેલા શંકાસ્પદ કન્ટેનરમાં NCBનું સર્ચ ઓપરેશન, દવાની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરીની આશંકા

Gujarat Video: પીપાવાવ પોર્ટ પર આવેલા શંકાસ્પદ કન્ટેનરમાં NCBનું સર્ચ ઓપરેશન, દવાની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરીની આશંકા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 11:29 PM
Share

Amreli: પીપાવાવ પોર્ટ દવાના કન્ટેનરને રોકીને NCBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ દવાના કન્ટેનરમાં નશીલા પદાર્થોની હેરાફેરીની આશંકાને પગલે કન્ટેનરને રોકીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. કન્ટેનરમાં 900 જેટલા મેડિસીનના બોક્સ હતા. આ તમામ બોક્સને FSLમાં મોકલવામાં આવ્યા છે. 

અમરેલીમાં આવેલા પીપાવાવ પોર્ટ પર આવેલા દવાના કન્ટેનરમાં શંકાસ્પદ નશીલા પદાર્થો હોવાની આશંકાના પગલે NCBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. દવાની આડમાં નશીલા પદાર્થો હોવાની પ્રબળ આશંકાને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. જેટી વિસ્તારમાં NCBની ટીમ દ્વારા કન્ટેનરને રોકવામાં આવ્યુ. જેમાં મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવતા FSLની ટીમને પણ બોલાવવામાં આવી હતી. આ કન્ટેનરમાં 900 જેટલા મેડિસીનના બોક્સ મળી આવ્યા છે.

દવાના કન્ટેનરની તપાસમાં NCB, FSL, કસ્ટમ સહિતની ટીમો જોડાઈ

દવાનો જથ્થો FSL લેબમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં NCB, સ્પેશ્યિલ ઓપરેશન બ્રાન્ચ, કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પીપાવાવ પોર્ટ પર નશીલા પદાર્થની આશંકાએ નાર્કોટિક કંટ્રોલ બ્યૂરોની ટીમ સક્રિય થઈ ગઈ છે.

દવા ભરેલા કન્ટેનરની અમદાવાદ NCBની ટીમ દ્વારા સવારથી જ સઘન તપાસ કરાઈ રહી છે. દવાની આડમાં નશીલા- માદક પદાર્થોની હેરાફેરીની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આથી દવાનો જથ્થો FSLમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 

અગાઉ 27 એપ્રિલ 2022એ પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયુ હતુ 450 કરોડનું ડ્રગ્સ

પીપાવાવ પોર્ટ પર સવારથી જ અમદાવાદ NCBની ટીમ આવી ગઈ હતી. પોર્ટ પર આવેલા કન્ટેનરમાં 900 જેટલા મેડિસિનના બોક્સ મળ્યા છે. અગાઉ 27 એપ્રિલ 2022એ પીપાવાવ પોર્ટ પર DRI કસ્ટમ અને ATS ના સંયુક્ત ઓપરેશનમાં 80 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કરાયો હતો. જેની કિંમત 450 કરોડ જેટલી થાય છે. આ ડ્રગ્સને ઉતરાયણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- અમરેલી

g clip-path="url(#clip0_868_265)">