તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ

Amreli News : 2 વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોનો આ હરખ છીનવી લીધો હતો. કેરીનો તૈયાર પાક ખરી પડ્યો હતો અને આંબા જમીનદોસ્ત થયા હતા. આંબા સાથે ખેડૂતોની વર્ષોની મહેનત પણ ધરાશાયી થઇ હતી

તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 12:16 PM

કેરીના શોખીનો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવી પ્રબળ શક્યતા છે. અમરેલીના ખેડૂતો આંબાનો મોર જોઇને હરખાઇ રહ્યા છે. અમરેલીમાં તાઉતે વાવાઝોડાની તબાહી બાદ પહેલી વખત આ વર્ષે કેસર કેરી આવશે ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યાર સુધીનો રેકોડ બ્રેક ફળ આવી રહ્યું છે અને ઉત્પાદન પણ સારું એવું હોવાને કારણે કેસર કેરી આ વર્ષે મોંઘી નહિ મળે આવતા મહિને માર્કેટમાં આવી શકે છે

આંબા પર મોર ઝુલતા જોઇ ખેડૂતો હરખમાં

2 વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોનો આ હરખ છીનવી લીધો હતો. કેરીનો તૈયાર પાક ખરી પડ્યો હતો અને આંબા જમીનદોસ્ત થયા હતા. આંબા સાથે ખેડૂતોની વર્ષોની મહેનત પણ ધરાશાયી થઇ હતી અને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને આશંકા હતી કે ફરી બેઠાં થતાં વર્ષો લાગી જશે.

પરંતુ આ વર્ષે આંબા પર મોર મહાલી રહ્યો છે. આંબાના પાન ઓછા અને મોરના ફૂલ વધુ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને આશા છે કે તાઉતેએ મચાવેલી તબાહી આ વર્ષે સરભર થશે અને કેરીનું માતબર ઉત્પાદન તેઓને મોટો લાભ કરાવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એક જ ગામમાં 50 થી 70 હજાર આંબા

રાજુલા તાલુકાના વડ ગામમા મોગભાગે ખેડૂતો આંબાનું વાવેતર વર્ષોથી કરી રહ્યા છે. જેના કારણે અહીં એકજ ગામમાં 50 થી 70 હજાર જેટલા આંબા છે. કેરીનો પાક સારો થતો હોવાથી આ ગામની કેસર કેરી પણ રાજકોટ ગોંડલ જૂનાગઢ સૌરાષ્ટ્રભરમાં અને રાજસ્થાન સુધી સપ્લાય કરવામાં આવે છે.

તો કેટલાક લોકો આ ગામની કેરી વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ બે વર્ષથી આ તાઉતે વાવાઝોડાના કારણે કેરીઓ મળતી નહોતી અને આ વર્ષે કેસર કેરીનો સ્વાદ બધા લોકોને ચાખવા મળશે તે નક્કી છે. જેના કારણે ગામના ખેડૂતો પણ વધુ ઉત્પાદન થવાના કારણે ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

તાઉતે વાવાઝોડામાં થયુ હતુ કરોડોનું નુકસાન

તાઉતે વાવાઝોડામાં માત્ર વડ ગામના લોકોનો જ બાગાયતી ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું, પરંતુ કહેવત છે ને કુદરત લઈ લે તેમ આપી પણ કુદરત જ દે છે. જ્યારે અહીં અમરેલી જિલ્લામાં રાજુલા, સાવરકુંડલા, ધારી, ચલાલા મોટાભાગના વિસ્તારમાં જ્યાં કેરીના વાવેતર છે, ત્યાં સારો એવો મબલક પાક ખીલ્યો છે. જેના કારણે ખેડૂતોનું આ વર્ષ પણ સારું જાય તેવી શકયતા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">