Gujarat Video : અમદાવાદ પોલીસ કમિશનરને હાઈકોર્ટની ફટકાર, કોર્ટના આદેશની અવમાનના મામલે કમિશનર વિરુદ્ધ ફરિયાદ
Ahmedabad: શહેર પોલીસ કમિશનરને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટના આદેશની અવમાનના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. હાઈકોર્ટે ગુજરાત પોલીસ એક્ટની કલમ 33 હેઠળ પોલીસ કમિશનરે બનાવેલા તમામ નીતિ નિયમો વેબસાઈટ પર મૂકવા આદેશ આપ્યો હતો.
Ahmedabad: અમદાવાદ પોલીસ કમિશનરને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટે ગુજરાત પોલીસ એક્ટની કલમ 33 હેઠળ પોલીસ કમિશનરે બનાવેલા તમામ નીતિ નિયમો વેબસાઈટ પર મુકવા આદેશ કર્યો હતો. આ કામગીરી પૂર્ણ ન થતા કોર્ટના આદેશની અવમાનના મામલે અરજી થઈ હતી. આ અવમાનના મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પોલીસ કમિશનર અને તેના તાબાના અધિકારી ક્યા નીતિન નિયમ હેઠળ કામગીરી કરે છે તેની વિગતો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ હોવા જોઈએ તેવો નિર્દેશ હાઈકોર્ટે કર્યો હતો. જેની સામે બધૂ વિગતો ઉપલબ્ધ કરાવવામાં વેબસાઈટ ધીમી ચાલે તેવો સરકારનો લુલો બચાવ કરવામાં આવ્યો હતો.
આ અંગે હાઈકોર્ટ તરફથી ટકોર કરાઈ હતી કે HC ની વેબ સાઈટ પર 1 લાખ જજમેન્ટ ઉપલબ્ધ છે, આ લુલો બચાવ યોગ્ય નથી. કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે તેની વિગતો સાથે તાત્કાલિક સોગંધનામુ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. પોલીસના નિયમો અંગેની જાણકારી લોકોને જાણવાનો અધિકાર હોવાનુ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યુ છે. માહિતી અધિકારના કાયદા હેઠળ મગાયેલી માહિતીને લઈને ઉપસ્થિત થયેલા પ્રશ્નમાં કોર્ટે હુકમ કર્યો હતો. આ પહેલા કોર્ટે ઠરાવ્યુ હતુ કે કાયદા કે નિયમો એવા ન હોવા જોઈએ કે જે લોકોની જાણ બહાર હોય. લોકોને પોતાના હક્ક બાબતે અસર કરી શકે તેવા નિયમોની જાણકારી રાખવાનો અધિકાર છે.
આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઉપડતી અને આવતી ટ્રેનો આ કારણથી થશે રદ! જાણો
આ પહેલા કોર્ટે ઠેરવ્યું હતું કે કાયદા કે નિયમો એવા ન હોવા જોઈએ કે જે લોકોની જાણ બહાર હોય. લોકોને પોતાના હક બાબતે અસર કરી શકે તેવા નિયમોની જાણકારી રાખવાનો અધિકાર છે. પોલીસ મંજૂરી આપવા કે નહીં આપવા બાબતેના નિયમોની જાણકારીનો નાગરિકને અધિકાર હોવાની માંગણી સાથે કોર્ટમાં થઈ હતી અરજી થઈ હતી. આ અંગે વધુ સુનાવણી 6 જૂલાઈના રોજ હાથ ધરાશે. 6 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો