Gujarat Rain: ભારે વરસાદમાં પોલીસ જવાનો અને અધિકારીઓની બહાદુરી બદલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન

Gujarat Police: અતિ ભારે વરસાદની સ્થિતિમાં ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓ બહાદુરી પૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસે નિભાવેલી ફરજની સરાહના કરી છે.

Gujarat Rain: ભારે વરસાદમાં પોલીસ જવાનો અને અધિકારીઓની બહાદુરી બદલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન
Harsh Sanghvi એ પાઠવ્યા અભિનંદન
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 23, 2023 | 6:41 PM

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા છે અને જેમાં લોકો ફસાયા હતા. ક્યાંક ગર્ભવતી મહિલા ફસાઈ તો ક્યાંક વૃદ્ધ તણાઈ જવાના વિડીયો વાયરલ થયા હતા. ભારે વરસાદને લઈ રાજ્યમાં અનેક વિસ્તારના લોકોએ કુદરતે સર્જેલી મુશ્કેલીનો સામનો કર્યો હતો. આવી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓ બહાદુરી પૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસે નિભાવેલી ફરજની સરાહના કરી છે.

હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસની કામગીરીને વખાણીને અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાને લઈ અનેક લોકો પૂરગ્રસ્ત સ્થિતિમાં ફસાઈ ગયા હતા. જેમાં પોલીસના જવાનોએ આપત્તિના સમયમાં ફસાયેલા લોકોને બહાર નિકાળવા માટે અને મદદ કરવા માટે આગળ આવ્યા હતા. પોલીસના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગૃહ પ્રધાને પાઠવ્યા અભિનંદન

જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. જેને લઈ આસપાસના વિસ્તારમાં લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા હતા. અનરાધાર વરસાદને લઈ રસ્તાઓ પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતા હોવાને લઈ કેટલાક લોકો પામીના પ્રવાહમાં પણ તણાઈ જવા પામ્યા હતા. એક કાર ચાલક વૃદ્ધ પાણીના વહેણમાં તણાઈ જવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. જ્યારે બીજા એક વિડીયોમાં વૃદ્ધા પાણીમાં તણાતા તેને બચાવવમાં આવી હતી. આમ બંને ઘટનામાં પોલીસે સરાહનીય કામગીરી કરીને બંને ઘટનાઓમાં વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા હતા.

પોલીસની આ કામગીરીને ગૃહ રાજ્ય પ્રધાને જૂનાગઢ પોલીસને શાબાશી પાઠવી છે. જૂનાગઢ રેન્જ આઈજી મંયકસિંહ ચાવડાને ફોન કરીને તેમને પોલીસની કામગીરીની અને બહાદુરીને વખાણીને અભિનંદન પાઠવ્યા હતા.

પોલીસે ગર્ભવતી મહિલાને પણ બહાર નિકાળી હતી

એક ગર્ભવતી મહિલાને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર નિકાળવાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. આ ઉપરાંત એક મહિલાએ ઘરે દશામાને ઘરે બેસાડ્યા હતા. જેમની પૂજા અર્ચના ચાલુ હોવાને લઈ તે બહાર નિકળવાને લઈ અસંમજસભરી સ્થિતિમાં હતા. આ મહિલાની આસ્થાના સન્માનને જાળવવા માટે માતાજીની પ્રતિમા સાથે તેમને ફસાયેલા પૂરના પાણીમાંથી મહિલાને બહાર નિકાળ્યા હતા.

આ પણ વાંચોઃ Junagadh Rain: જૂનાગઢમાં ભારે વરસાદને લઈ કલેકટરનુ જાહેરનામું, પ્રવાસન સ્થળો પર ફરવા પ્રતિબંધ! Video

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">