Junagadh Rain: જૂનાગઢમાં ભારે વરસાદને લઈ કલેકટરનુ જાહેરનામું, પ્રવાસન સ્થળો પર ફરવા પ્રતિબંધ! Video
Junagadh Rainfall: રવિવાર અને સોમવારે આ જાહેરનામું અમલમાં રહેશે અને લોકોને બહાર નિકળવાને લઈ નિયંત્રણ દાખવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવાસન સ્થળો પર જવા માટે નિષેધ કરવામાં આવ્યો છે.
જૂનાગઢમાં ભારે વરસાદને લઈ સ્થિતી જળબંબાકાર બની છે. જૂનાગઢ શહેરમાં જળતાંડવની સ્થિતી જોવા મળી હતી. ભારે વરસાદ અને રસ્તાઓ પર ધસમસતા પાણીના પ્રવાહને લઈ સ્થિતી મુશ્કેલ બની હતી. ભારે વરસાદના માહોલ અને હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીને પગલે જૂનાગઢ જિલ્લા કલેકટરે જિલ્લામાં લોકોને બિન જરુરી રીતે બહાર નિકળવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે રીતે વરસાદને લઈ સ્થિતી સર્જાઈ છે, જેને લઈ ક્લેકટર દ્વારા લોકોની સલામતીને ધ્યાને રાખી જાહેરનામું બહાર પાડ્યુ છે.
બિન જરુરી રીતે બહાર નિકળવાને લઈ જિલ્લા ક્લેકટરે સોમવારે રાત્રીના 12 કલાક સુધી અમલમાં રહે એ રીતે જાહેરનામુ બહાર પાડવમાં આવ્યુ છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી અતિ ભારે વરસાદની સ્થિતીમાં લોકો બહાર ના નિકળે અને સલામત રહી શકે. રવિવાર અને સોમવારે આ જાહેરનામું અમલમાં રહેશે અને લોકોને બહાર નિકળવાને લઈ નિયંત્રણ દાખવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવાસન સ્થળો પર જવા માટે નિષેધ કરવામાં આવ્યો છે.