વડોદરામાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મળી શકે છે છૂટકારો, મકાન વિભાગ પ્રધાન પૂર્ણેશ મોદી એક્શનમાં
Vadodara: વડોદરામાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. જણાવી દઈએ કે આ સમસ્યામાં મકાન વિભાગ પ્રધાન પૂર્ણેશ મોદી એક્શનમાં આવ્યા છે.
Vadodara: વડોદરામાંથી પસાર થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી (Traffic Problem) છૂટકારો મળી શકે છે. શહેરમાં ચાર જગ્યાએ થતી ટ્રાફિકની સમસ્યાને લઇ માર્ગ અને મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh Modi) એક્શનમાં આવ્યાં છે. જેના ભાગરૂપે પૂર્ણેશ મોદી વડોદરાની દુમાડ ચોકડીનું નિરીક્ષણ કર્યું હતું.ટ્રાફિકની સમસ્યા કઇ રીતે હલ થઇ શકે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.પૂર્ણેશ મોદીએ કહ્યું કે વડોદરામાં શહેરમાં 50થી 70 ટકા ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય તે અંગે સર્વે કરી રહ્યાં છીએ.
માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ દુમાડ ચોકડીનું નિરીક્ષણ કર્યું હતું. તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર દુમાડ ચોકડીના નિરીક્ષણ બાદ ટ્રાફિકની સમસ્યા કઇ રીતે હલ થઇ શકે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. એક્સપ્રેસ વે અને જૂના હાઇવે પર ટ્રાફિકનું ભારણ રહે છે. ત્યારે પૂર્ણેશ મોદીએ કહ્યું કે, ટ્રાફિકનું ભારણ કઈ રીતે ઘટાડી શકાય તે અંગે સર્વે કરી રહ્યાં છીએ.
ટ્રાફિક નિવારવા માટે 15 દિવસથી અલગ પ્રકારની બેઠકો ચાલી રહી છે. 10 વર્ષથી બ્રિજના કામો ચાલી રહ્યાં છે, અમે બ્રિજના લોકાર્પણ કરવા જઈ રહ્યાં છીએ. મહાનગરોના બિસમાર રસ્તા મુદ્દે પણ પૂર્ણેશ મોદી એ કહ્યું કે મહાનગરોને જ્યાં મદદની જરૂર પડશે ત્યાં માર્ગ મકાન વિભાગ મદદ કરવા તત્પર છે.
આ પણ વાંચો: Surat : દિલ્હી પોલીસ અને સુરતની સંસ્થાની પહેલ, નાની બાળકીઓ પર જાતીય હિંસા રોકવા શરૂ કરી ઝુંબેશ
