પેપર લીક કેસના આરોપીએ કર્યા નવા ખુલાસા: ટ્યુશન સંચાલકો સાથે ડીલ, આટલા વિદ્યાર્થીઓને લાખો લઈને સોલ્વ કરાવ્યું પેપર

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં આરોપી જયેશ પટેલે વધુ કેટલાક ખુલાસા કર્યા છે. જયેશ પટેલે 30થી વધુ પરીક્ષાર્થીઓને હેડ ક્લાર્કનું પેપર સોલ્વ કરાવ્યું હતું.

પેપર લીક કેસના આરોપીએ કર્યા નવા ખુલાસા: ટ્યુશન સંચાલકો સાથે ડીલ, આટલા વિદ્યાર્થીઓને લાખો લઈને સોલ્વ કરાવ્યું પેપર
Head Clerk Paper Leak Case: Accused Jayesh Patel Deals With Tuition classes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 10:11 AM

Head clerk paper leak: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં નિત નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી જયેશ પટેલે (Jayesh Patel) વધુ કેટલાક ખુલાસા કર્યા છે. જયેશ પટેલની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે 30થી વધુ પરીક્ષાર્થીઓને હેડ ક્લાર્કનું પેપર સોલ્વ કરાવ્યું હતું. આ માટે જયેશે પરીક્ષાર્થી દીઠ 6 લાખ રૂપિયા લેવાના નક્કી કર્યા હતા. જેમાંથી ઘણા પરીક્ષાર્થીઓ પાસેથી અડધી રકમ એડવાન્સમાં લેવાઈ હતી.

જે પરીક્ષાર્થીઓને જયેશે પેપર સોલ્વ કરાવ્યું હતું તેમની યાદી પણ પોલીસે મેળવી છે. પોલીસે જયેશના રિમાન્ડ મેળવીને તેના બેન્ક એકાઉન્ટ અને કોલ રેકોર્ડની વિગતો મેળવી છે. તપાસમાં સામે આવ્યું છે કે જયેશ કેટલાક ટ્યુશન ક્લાસના સંચાલકોના સંપર્કમાં પણ હતો. જયેશે 3 ટ્યુશન સંચાલકો સાથે લાખો રૂપિયામાં ડીલ કરી હતી. હાલ આ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેમાં ગાંધીનગરના એક ટ્યુશન સંચાલકનો પણ સમાવેશ થાય છે.

ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક ભરતી પેપર લીક કૌભાંડના મામલાને લઈ મુખ્ય સુત્રધાર જયેશ ઉર્ફ મુકેશ પટેલની ધરપકડ થઈ ચૂકી છે અને હાલમાં રિમાન્ડ હેઠળ છે. જયેશ ની પૈસા કમાઈ લેવાનુ આ પહેલું પરાક્રમ નથી પરંતુ આ પહેલા પણ કરોડો રુપિયાનુ કૌભાંડ કાકા સાથે મળીને આચરી ચુક્યો છે અને જેલમાં પણ રહી ચુક્યો છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પ્રાંતિજ પોલીસ મથકમા જયેશ અને તેના કાકા જશવંત પટેલ અને ભત્રીજા દેવલ પટેલ તેમજ વેવાઈ સહિત 11 આરોપીઓ સામે પેપર લીક કૌભાંડ મામલાની તપાસ નોધાયેલી છે. પોલીસને હાથ તાળી આપવાનુ સ્વપ્ન સેવી ભૂગર્ભમાં ઉતરેલા જયેશ ઉર્ફે મુકેશ ઈશ્વરભાઈ પટેલને ઝડપી લેવાયો છે અને હાલમાં તે રિમાન્ડ હેઠળ છે. પરંતુ જયેશ માટે કૌભાંડ આચરીને પૈસા કમાવવા તે આ પહેલ વહેલો કિસ્સો નથી લોકોને રાતા પાણીએ નવડાવવાનો ખેલ કરવાનો તે ગજબનો કલાકાર છે.

આર્થિક ગુનાઓ આચરીને પૈસા ખંખેરી લેવાનો તે ભેજાબાજ છે. તેણે બાઈક વ દર મહિને ઈનામી ડ્રો કરવાની યોજના અમલમાં મુકીને લોકોના કરોડો રુપિયા ખંખેરી ચુક્યો છે. તેણે પ્રાંતિજ અને હિંમતનગર ઉપરાંત અનેક જિલ્લાઓમાં ઓફીસો ખોલીને બાઈકનુ ઈનામ કરવાની સ્કીમ ખોલી હતી જેમા લોકોના પૈસા હપતા સ્વરુપે મેળવીને ડ્રોની ઓફીસોને તાળા લગાવી દીધા હતા. જેમા તેના કાકા જશવંત પટેલ પણ સામેલ હતા. કાકા જશંવતભાઈ પણ હાલ પેપર લીક મામલામાં રિમાન્ડ હેઠળ છે.

જયેશ અને તેના મિત્રોએ ફ્રેન્ડસ ગ્રુપ નામની યોજના ખોલી હતી. જેના દ્વારા તેઓએ બનાસકાંઠાના ધાનેરા સહિત સાબરકાંઠના તલોદ ઉપરાંત અનેક સ્થળોએ રેસિડેન્સ ડેવલોપીંગની સ્કિમો પણ અમલમાં મુકી હતી જે સ્કિમો પણ હજુ અધૂરી છે અને જેના બુકિંગ ચના પૈસા ભરનારા લોકો ઘરના ઘરની રાહ જોઈ રહ્યા છે. જયેશ અને જશવંત પટેલ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તે બંને સહિત છ જણા સામે વર્ષ ૨૦૧૭ મા ફરિયાદ નોંધાઈ હતી. જેમા તે ફરાર થઈ ગયો હત અને જે વેળા પણ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તે ૨૨ દિવસ સુધી જેલમાં રહ્યો હતો.

વધુ ફરિયાદીઓ પણ લાઇન લગાવી શકે છે

આમ જયેશ પૈસા ખંખેરી લઈ પોલીસ અને કાયદાની જાળમાંથી કેવી રીતે પસાર થવાય તેને લઈ રીઢો થઈ ચૂક્યો છે. જેને લઈ હાલમાં પણ પેપર લીક કાંડમાં પોલીસની તપાસને અવળે પાટે લઈ જવા આડા અવળા જવાબો રિમાન્ડ દરમ્યાનની પૂછપરછમાં આપી રહ્યો છે. જોકે હવે તેની બાકીની પૈસા ખંખેરવાની યોજનામાં પૈસા પરત મેળવવા ધક્કા ખાઈ રહેલા રોકાણકારો અને ઘર બુકિંગ કરનારાઓ પણ સાબરકાંઠા પોલીસનો સંપર્ક કરવા લાગ્યા છે.

હવે જયેશ પટેલ અને તેના ભાગીદારો સામે વધુ ફરીયાદો નોંધાવવાનો સીલસીલો શરુ થઈ શકે છે. જયેશ પટેલ અને તેના ભાગીદારો એ કરોડો રુપિયા લોકો પાસેથી મેળવી ઓળવી જઈ ફરિયાદ માટે આગળ આવનારાઓને ગંદી ગાળો અને ધાકધમકીઓ આપતા રહે છે. જેની સીડી પણ હવે સાબરકાંઠા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. સાથે જ જયેશ અને તેના ભાગીદાર મિત્રો રાતોરાત કેવી રીતે કરોડપતિ બની ગયા તેની લૂંટારુ યોજનાઓનો પણ પર્દાફાશ કરાશે.

આ પણ વાંચો: વધતા કોરોનાને લઈને CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત પહેલા કયા વિષયે થશે ચર્ચા?

આ પણ વાંચો: Ahmedabad: વધુ બે ખાનગી સ્કૂલોમાં કોરોનાથી ખળભળાટ, ધો-11 અને ધો-2નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">