Rain News : છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વડાલીમાં 12.2 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મામાં 10.3 ઈંચ, દાંતામાં 8.9 ઈંચ વરસાદ નોંધાયો છે. 14 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ 46 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું એલર્ટ મળ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
ભારે વરસાદના એલર્ટ વચ્ચે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અનેક વિસ્તારોમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં 4.9 ઈંચ, અરવલ્લીના મેઘરજમાં અને મહેસાણાના સતલાસણામાં 4.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો અરવલ્લીના મોડાસામાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના ઉમરપાડામાં પણ 3.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો

બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
