નોરતા બાદ પણ વિદાય વિદાય લેવાના મૂડમાં નથી મેઘરાજા, અંબાલાલે કહ્યુ મેહુલો દિવાળીએ પણ બોલાવશે રમઝટ- Video
નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડનારા મેઘરાજા હજુ પણ ગુજરાતમાંથી વિદાય લેવાના મૂડમાં જણાતા નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના આગાહી અનુસાર હજુ દિવાળી દરમિયાન પણ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે.
ગુજરાતમાંથી હજુ પણ મેઘરાજા વિદાય નથી લઈ રહ્યા. ખેલૈયાઓના છેલ્લા ત્રણ દિવસના ગરબા બગાડ્યા બાદ હવે દિવાળીના તહેવારમાં પણ મેઘરાજા દસ્તક દેશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 ઓક્ટબરથી 8 ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ રહેશે. રાજ્ય પર શક્તિ વાવાઝોડાની અસરને કારણે ભારે પવન ફુંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા છે.
અંબાલાલની આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં કેવુ રહેશે હવામાન?
આગાહીકાર અંબાલાલ પટેલ પ્રમાણે રાજ્યમાં માવઠાની શક્યતા છે. નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે.