Rain News : છેલ્લા 24 કલાકમાં 160 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ડાંગના આહવામાં 9.8 ઈંચ નોંધાયો, જુઓ Video
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની જમાવટ થઈ ચુકી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો ગુજરાતના 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની જમાવટ થઈ ચુકી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો ગુજરાતના 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 9.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
34 તાલુકામાં 7.7 ઈંચ વરસાદ નોંધાયો
આ ઉપરાંત વલસાડના કપરાડામાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના વધઈમાં પણ 7.7 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુબીરમાં 7.1 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ, નવસારીના વાંસદામાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 24 કલાકમાં 34 તાલુકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 71 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો