શપથ સમારોહને લઇને ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર, વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ રૂટ પર જોરદાર તૈયારીઓ

આવતીકાલે સીએમ પદ માટે ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને અન્ય મંત્રી મંડળ શપથ લેવાના છે. ત્યારે શપથવિધીને લઇને ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર છે. ગુજરાત પોલીસ સહિત અન્ય એજન્સીઓ સતર્ક છે. ગુજરાત પોલીસ, સલામતી શાખા અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 5:01 PM

12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ગઈકાલે મોડી રાત્રે મંત્રીમંડળના નામ પર મહોર લાગી ગઇ છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ બીજીવાર શપથ લેશે. ત્યારે આ શપથવિધિ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. જેને લઈને વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ રૂટ પર જોરદાર તૈયારીઓ થઈ રહી છે. બેરીકેટિંગ ઉભા કરવા અને બેનરો લગાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીમાં પ્રચંડ જીત બદલ શપથ વિધિમાં PM મોદી ગુજરાતની જનતાનો આભાર માનશે.

આવતીકાલે 20થી વધુ મંત્રીઓ શપથ લે એવી શક્યતા છે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. વડાપ્રધાન મોદી આજે રાત્રે જ ગુજરાત પહોંચી જવાના છે. વડાપ્રધાન અગાઉ 12 ડિસેમ્બરે ગુજરાત આવવાના હતા. જો કે હવે તેમના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન રાત્રે 10 વાગે જ અમદાવાદ એરપોર્ટ આવવાના છે. વડાપ્રધાન ગોવાથી સીધા જ ગુજરાત પહોંચવાના છે. આવતીકાલે નવી સરકારના શપથ વિધિમાં પીએમ મોદી હાજર રહેશે.

આવતીકાલે સીએમ પદ માટે ભુપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રી મંડળ શપથ લેવાના છે. ત્યારે શપથવિધીને લઇને ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર છે. ગુજરાત પોલીસ સહિત અન્ય એજન્સીઓ સતર્ક છે. ગુજરાત પોલીસ, સલામતી શાખા અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે. ગાંધીનગરના હેલિપેડ મેદાન પર આવતીકાલે શપથવિધી યોજાવાની છે. તેમાં મુખ્ય મહેમાન તરીકે PM મોદી, અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન સહિતના મહેમાનો હાજર રહેવાના છે. ત્યારે આ શપથવિધીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ગાંધીનગરના હેલિપેડ મેદાન પર વિશેષ ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે. એક ડોમ પર રાજ્યપાલ રહેશે તેથી વિવિધ લેયરના સુરક્ષાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. આજે આ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવશે. હિંદુ સનાતન ધર્મગુરુઓ બીજા ડોમમાં બીરાજમાન થવાના છે. તો અન્ય ડોમમાં કેન્દ્રીય અને પ્રદેશના નેતાઓ બિરાજમાન થશે.

(વિથ ઇનપુટ-રોનક વર્મા, ગાંધીનગર)

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">