Banaskantha : કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી, દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Banaskantha : કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી, દારૂ સાથે બુટલેગર ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 8:15 PM

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સાથે આરોપ લગાવતા કહ્યું કે મે વિધાનસભામાં બૂટલગેરનાં નામ જાહેર કર્યાં પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી અને જિલ્લા પોલીસ પણ બૂટલેગરો સાથે મળેલી હોવાના આરોપ લગાવ્યાં છે.

ગુજરાતમાં(Gujarat)દારૂબંધી(Liquor Prohibition) હોવા છતાં મોટા પ્રમાણમાં અવારનવાર દારૂ ઝડપાઇ રહ્યો છે..ત્યારે વાવના  કોંગ્રેસના  ધારાસભ્ય ગેનીબેન ઠાકોર(Geniben Thakor)દારૂબંધી મામલે આકરાપાણીએ છે.ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરીને ભાભરથી કોતરવાડાની કેનાલ પાસેથી દારૂના જથ્થા સાથે બૂટલેગરને રંગેહાથે ઝડપી પાડ્યો છે. જેમાં 15 માર્ચે વિધાનસભામાં બૂટલેગરોનાં નામ જાહેર કર્યાં બાદ હવે ગેનીબેન ઠાકોરે ખુદ બૂટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી છે અને તેમણે રાતે ત્રણ વાગે એક પીક-અપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.આ અંગે વીડિયો વાયરલ કરીને ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે હવે બનાસકાંઠા જિલ્લાના યુવાધનને જો કોઈ બરબાદ કરવાનું વિચારશે તો તેને આવી રીતે જ સબક શિખવાડવામાં આવશે.

જિલ્લા પોલીસ પણ બૂટલેગરો સાથે મળેલી હોવાના આરોપ

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સાથે આરોપ લગાવતા કહ્યું કે મે વિધાનસભામાં બૂટલગેરનાં નામ જાહેર કર્યાં પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી અને જિલ્લા પોલીસ પણ બૂટલેગરો સાથે મળેલી હોવાના આરોપ લગાવ્યાં છે.તેમણે કહ્યું મે વિધાનસભામાં ગુજરાતના ગૃહમંત્રીએ ખાતરી આપી હતી કે અમે પગલાં લઈશું છતાં આ પ્રમાણે દારૂની બદીઓ ફૂલીફાલી છે. પોલીસની રહેમ નજર હેઠળ બૂટલેગરો બેફામ બન્યાનો આક્ષેપ મૂક્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી

આ પણ વાંચો : Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ

Published on: Mar 19, 2022 08:11 PM
g clip-path="url(#clip0_868_265)">