Breaking News : પોલીસ અંગેની ટિપ્પણીઓ બદલ ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ, જુઓ Video

Breaking News : પોલીસ અંગેની ટિપ્પણીઓ બદલ ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 27, 2026 | 9:23 PM

ગુજરાત IPS એસોસિએશન દ્વારા AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે રાજ્ય ચૂંટણી પંચને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.

ગુજરાત IPS એસોસિએશને રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ એક આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્ર દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ સામે ઇટાલિયાએ કરેલા વાંધાજનક નિવેદનોને કારણે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગોપાલ ઇટાલિયાએ પોલીસ દળ પર અભદ્ર, અપમાનજનક અને અદાલતી કાર્યવાહીને પાત્ર હોય તેવી અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. વધુમાં, તેમના પર પોલીસ દળની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા શબ્દોનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. ગુજરાત IPS એસોસિએશનની કાર્યકારી સમિતિએ આ વિરોધ નોંધાવ્યો છે અને ચૂંટણી પંચને આ મામલે ગંભીરતાથી વિચારણા કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ ઘટનાએ રાજ્યમાં રાજકીય ગરમાવો વધાર્યો છે અને પોલીસ સમુદાયમાં પણ રોષ વ્યાપ્યો છે.

ભરૂચમાં ઝઘડિયાની કંપનીમાં આગની ઘટના, 15 કામદારો દાઝી ગયા

Follow Us