AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચમાં ઝઘડિયાની કંપનીમાં મોટી આગની ઘટના, 15 કામદારો દાઝી ગયા, જુઓ Video

ભરૂચના ઝઘડિયામાં મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 2 કામદારના કરુણ મોત થયા છે, જ્યારે 15 દાઝી ગયા હતા. આ ઘટના બાદ કામદારોના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

Breaking News : ભરૂચમાં ઝઘડિયાની કંપનીમાં મોટી આગની ઘટના, 15 કામદારો દાઝી ગયા, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2026 | 3:17 PM
Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી Metropolitan Eximchem Private Limited કંપનીમાં લાગેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ દુર્ઘટનામાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે કામદારોના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

ઘટના બાદ કંપનીના મેનેજમેન્ટ દ્વારા પીડિતોના પરિવારજનો સાથે કોઈ પ્રકારની વાતચીત ન કરવામાં આવતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. પરિવારજનો અને કામદારો કંપનીના ગેટ બહાર ભેગા થઈને વિરોધ નોંધાવ્યો અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી. ગેટ બહાર હંગામાની સ્થિતિ સર્જાતા તણાવ વધ્યો હતો.

આ દરમિયાન AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિ શાંત કરવા તથા કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, કંપની તરફથી ગેટ ન ખોલાતા સ્થિતિ વધુ ગરમાઈ ગઈ. ત્યારબાદ ચૈતર વસાવા ગેટ કૂદી કંપનીના કેમ્પસમાં પ્રવેશ્યા, જેના કારણે ત્યાં હાજર લોકોમાં વધુ ઉશ્કેરાટ ફેલાયો.

વાતચીત દરમિયાન ચૈતર વસાવાને ધક્કો મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના પગલે ભીડ વધુ ઉશ્કેરાઈ ગઈ અને હંગામો તેજ થયો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિ કાબૂમાં લેવા માટે પગલાં લીધા. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ઘટનાના ચોક્કસ કારણો તથા જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી મોટી જાહેરાત, જુઓ Video 

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">