Ahmedabad : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલો સુનાવણી, હાઇકોર્ટે મોકડ્રીલ મામલે કરી ગંભીર ટકોર, જુઓ Video

|

Jun 14, 2024 | 2:21 PM

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલો ચીફ જસ્ટિસે હાઈકોર્ટમાં સુનાવણીમાં મોક ડ્રીલ અંગે ટકોર કરી હતી. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુ કે આગ લાગે કે દુર્ઘટના સમયે કયા પગલા લેવા તેની કોઇને સમજ કે જાણ હોતી નથી.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલો ચીફ જસ્ટિસે હાઈકોર્ટમાં સુનાવણીમાં મોક ડ્રીલ અંગે ટકોર કરી હતી. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુ કે આગ લાગે કે દુર્ઘટના સમયે કયા પગલા લેવા તેની કોઇને સમજ કે જાણ જ નથી તે બાબતને ઉજાગર કરતા હાઇકોર્ટે કહ્યુ કે, શાળાઓમાં મોકડ્રીલ થતી નથી, હાઇકોર્ટમાં પણ મોક ડ્રીલ જોઈ નથી. જો આગ લાગે તો શું કરવું તેની કોઇને ખબર જ નથી હોતી.

હાઈકોર્ટે અધિકારીઓને પણ લીધા આડે હાથે

મોકડ્રીલ થાય તો પણ શનિવારે થાય છે જેનો કોઇ અર્થ જ સરતો નથી. આગ લાગે તો ફાયર ફાઇટર તે સ્થળ સુધી પહોંચી શકશે કે નહીં તે અંગેની કોણ તપાસ કરશે? અધિકારીઓને પણ આડે હાથે લેતા હાઇકોર્ટે ટકોર કરી કે મોટા અધિકારીઓ સામે પગલાં લઇને દાખલો બેસાડવો પડશે. હેડ ઓફ ઇન્સ્ટીટ્યુશન હોવાને કારણે તમામ ઘટનામાં કમિશનર જ જબાવદાર ગણાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video