માવઠાથી અસર પામેલા 33 જિલ્લાના 239 તાલુકામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 7 દિવસમાં સર્વે કરાવવા સરકારનો આદેશ, જુઓ Video
સીએમ દ્વારા કેબિનેટ બેઠકમાં માવઠાથી થયેલા નુકસાન જાણવા માટે તાકીદે સર્વે હાથ ધરવા અધિકારીઓને આદેશ અપ્યા છે. 5 જિલ્લા કે જ્યાં અતિભારે વરસાદ હતો ત્યાં સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. સીએમ દ્વારા પણ, માવઠાને લઈને રીઅલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવ્યું હતુ.
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે, જગતના તાતના મ્હો સુધી આવેલ પાક ઉત્પાદનરુપી કોળિયો છીનવાઈ ગયો છે. ગુજરાતના ખેડૂતને થયેલા આર્થિક નુકસાનમાં મદદ કરવા માટે સરકારે આદેશ આપ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકમાં અધિકારીઓને જરૂરી આદેશ આપવામાં આવ્યા છે. આગામી સાત દિવસમાં રાજ્યના 33 જિલ્લામાં 239 તાલુકામાં નુકસાન અંગેનો સર્વે હાથ ધરવા કહેવામાં આવ્યું છે.
10 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં પાક અસરગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડાંગર, જુવારને સૌથી વધુ નુકસાન થયુ છે. કમોસમી વરસાદના કારણે અનેક પાકને નુકસાન થયું છે, ત્યારે પાક એડવાઇઝરી નોટ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. કપાસ, સોયાબીન, ડાંગર, શેરડી સહિત અન્ય જણસના ઉત્પાદનમાં નુકશાન થયું છે.
7 દિવસ માં સર્વે પૂર્ણ કરવાના પણ આદેશ આપવા આવ્યા છે. ટેકનોલોજીના માધ્યમથી સર્વે કરાશે. કૃષિ એપનો પણ ઉપયોગ કરાશે. સાથે ફિઝિકલ સર્વે પણ જ્યાં જરૂર હોય ત્યાં કરવા આવશે.
