Gujarat : સમગ્ર રાજ્યમાં અન્ન ઉત્સવ કાર્યક્રમ યોજાયો , વડાપ્રધાને કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી

સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ અલગ શહેરમાં અનેક પરિવારોને ફ્રી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Gujarat : સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ અલગ શહેરમાં અનેક પરિવારોને ફ્રી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ હાજરી આપી લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ગાંધીનગરમાં રાજેન્દ્ર પ્રસાદ, દાહોદમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ તથા સીઆર પાટીલ સહીતના મહાનુભાવોઓ ઉપસ્થિતિ રહ્યા. તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદરના બિરલા હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારી તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં કલેકટર, ડીડીઓ, જીલ્લા ભાજપ પ્રમુખ સહિત રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યકમ યોજાયો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati