AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં એન્કાઉન્ટર, ગાંધીનગર અડાલજ કેનાલ પાસે આરોપી ભાગવા જતાં પોલીસની ગોળી વાગી, જુઓ Video

ગાંધીનગરમાં અડાલજ કેનાલ નજીક રી-કન્સ્ટ્રક્શન દરમિયાન લૂંટ અને હત્યાનો આરોપી ભગવા જતાં એન્કાઉન્ટર

| Updated on: Sep 24, 2025 | 6:22 PM
Share

ગાંધીનગરમાં અડાલજ કેનાલ વિસ્તારમાં એક લૂટ અને હત્યા સંબંધી બનાવ નોંધાયો છે. ઘટનાની વિગતો અનુસાર, રી-કન્સ્ટ્રક્શન કામ દરમિયાન આ બનાવ થયો હતો. હત્યારા વિપુલનું મોત નિપજ્યું છે.

અરોપી ઘટનાના સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે ફાયરિંગ કર્યું, અને આરોપીની પકડ માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી.  જે દરમ્યાન આ ઘટના બની છે.

આ સાયકો કીલર પ્રેમી પંખીડાને હેરાન પરેશાન કરતો. મોડી રાતે કોઇ દેખાય તો તેમની સાથે દાદાગિરિ કરતો. મહત્વનું છે કે આ વચ્ચે એકનું મર્ડર કરી નાખ્યું હતું. આ બાબતે પોલીસ આરોપી ઝડપ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમ્યાન આરોપી ભાગવા ગયો એટલામાં પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ વાત ન સાંભળતા પોલીસ ફાયરિંગ કર્યું અને આરોપીનું એન્કાઉન્ટર થયું.

આરોપીના ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો તેના વિરુદ્ધ 15 થી વધુ ગુના નોંધાયા છે. હાલમાં પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ચૂક્યા છે.

(ઈનપુટ – હરિન માત્રાવડિયા)

g clip-path="url(#clip0_868_265)">