ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ દર ત્રણ માસે યુનિટે 10 પૈસા વધારી શકશે, કંપનીઓ જર્કમાં અરજી કરી વધારો માગી શકશે

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીએ ભાવ વધારો ના માગ્યો છતાં દર ત્રણ માસે વીજદર યુનિટે 10 પૈસા વધારી શકશે. FPPAની ફોર્મ્યુલા હેઠળ ગુજરાતની તમામ વીજ વિતરણ કંપનીઓ વીજદરમાં દર ત્રણ મહિને યુનિટે 10 પૈસાનો ઓછામાં ઓછો વધારો તો કરી જ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 12:19 PM

સામાન્ય જનતા પર મોંઘવારી (Inflation) નો વધુ એક માર ઝીંકાઇ શકે છે. પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, કઠોશ, LPG ગેસ બાદ હવે વીજળી (Electricity)ના દરોમાં પણ વધારો થઇ શકે છે. FPPAની ફોર્મ્યુલા હેઠળ ગુજરાતની તમામ વીજ વિતરણ કંપનીઓ વીજદરમાં દર ત્રણ મહિને યુનિટે 10 પૈસાનો ઓછામાં ઓછો વધારો કરી શકે છે. વધારો મંજૂર કરાવવા માટે દર ત્રણ મહિને તેમણે નવેસરથી જર્કમાં રજૂઆત કરવાની રહેશે. ત્યારે મધ્યમવર્ગ પર વધુ એક બોજો પડી શકે છે. વધતી મોંઘવારીના પગલે પહેલેથી જ ગૃહિણીઓનું બજેટ (Budget) ખોરવાયેલુ છે. ત્યારે જો વીજ દરો વધશે તો સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવુ ખરેખર મુશ્કેલ થઇ જશે.

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીએ ભાવ વધારો ના માગ્યો છતાં દર ત્રણ માસે વીજદર યુનિટે 10 પૈસા વધારી શકશે. FPPAની ફોર્મ્યુલા હેઠળ ગુજરાતની તમામ વીજ વિતરણ કંપનીઓ વીજદરમાં દર ત્રણ મહિને યુનિટે 10 પૈસાનો ઓછામાં ઓછો વધારો તો કરી જ શકશે. વર્ષે યુનિટે 40 પૈસાના વધારા માટે કંપનીઓ જર્કમાં અરજી કરી વધારો માગી શકશે. ઇંધણ ખર્ચમાં 10 પૈસાથી વધુનો વધારો આવશે તો તે વધારો મંજૂર કરાવવા માટે દર ત્રણ મહિને તેમણે નવેસરથી જર્કમાં રજૂઆત કરવાની આવશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ 2022-23ના વીજ દર માટે કરેલી ટેરિફ પીટીશનમાં કોઈપણ ભાવ વધારો માગ્યો નથી. અમદાવાદઅને સુરતના વિસ્તારમાં વીજ પુરવઠો આપતી ટોરેન્ટ પાવરને પણ આ સુવિધાનો લાભ મળશે. જો કે ટોરન્ટ પાવરે પણ વીજદરમાં કોઈપણ વધારો માગ્યો નથી.

આ પણ વાંચો-

Surat : શહેરને રંગબેરંગી અને આકર્ષક બનાવવા નગરજનોને પણ જોડાશે , સોસાયટીઓની દિવાલો પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે

આ પણ વાંચો-

 

Banaskantha: પાલનપુર નગરપાલિકામાં વિરોધપક્ષ નેતાએ ભારે કરી ! અંકિતા ઠાકોરે પાલિકા પ્રમુખની સાડી ખેંચી નાખતા પોલીસ ફરિયાદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">