AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરને રંગબેરંગી અને આકર્ષક બનાવવા નગરજનોને પણ જોડાશે , સોસાયટીઓની દિવાલો પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે

આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર પેઇન્ટિંગની રોકડ ઇનામ અપાશે. આમ શહેરીજનો પણ શહેરની સુંદરતામાં વધારો કરવા માટે પોતાનું યોગદાન આપી શકે તે આશયથી કોર્પોરેશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

Surat : શહેરને રંગબેરંગી અને આકર્ષક બનાવવા નગરજનોને પણ જોડાશે , સોસાયટીઓની દિવાલો પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે
Painting in surat city (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 9:14 AM
Share

સ્વચ્છતા સર્વેક્ષણ -2022 માં સુરતને દેશમાં પ્રથમ ક્રમ અપાવવાના ભાગરૂપે હાલ શહેરની (Surat )જાહેર મિલકતો પર સુરત મહાનગરપાલિકા(SMC) , ગુજરાત રાજ્ય ,ભારત દેશ સંબંધી સુત્રો સાથે થીમ બેઇઝ પેઇન્ટિંગ(Painting ) ક૨વામાં આવી રહ્યા છે . સમગ્ર શહેરમાં આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે અને શહેરને આકર્ષક લૂક આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે .તમામ બ્રિજ , સરકારી મિલકતોની કમ્પાઉન્ડ વોલો પર પેઇન્ટિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે હવે મનપાએ આ થીમ બેઝ પેઇન્ટિંગમાં શહેરીજનોને પણ જોડવાનો નિર્ણય કર્યો છે . સુરત મહાનગરપાલિકા દ્વારા હવે થીમ બેઝ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવશે .

આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ 2પ પેઇન્ટિંગની એન્ટ્રીઓ પૈકી જ્યુરી દ્વારા પ્રથમ ત્રણ નંબર આપવામાં આવશે અને પ્રથમ ક્રમને 1 લાખ , બીજા ક્રમને 50 હજાર અને ત્રીજા ક્રમાંકને 21 હજાર રૂપિયા ઇનામ મનપા દ્વારા આપવામાં આવશે . એટલું જ નહીં , આ પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ રહેણાંક – બિનરહેણાંક મિલકતોને પ્રોત્સાહનરૂપે પાંચ હજાર રૂપિયાના પ્રોત્સાહક ઇનામની ફાળવણી કરવામાં આવશે .

Painting in surat city (File Image )

સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું કે , શહેરની કોઇપણ રહેણાંક – બિનરહેણાંક મિલકતો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પર સ્વખર્ચે વેધરપ્રૂફ કલરથી 100 ચો . ફૂટથી વધુ વિસ્તારમાં શહેરને સુંદર અને આકર્ષક બનાવવા માટે મનપાના પોતાના પ્રયત્નો ઉપરાંત નગરજનોનો ફાળો મળે તો શહેરને વધુ સુંદર બનાવી શકાય તેમ છે . આ કારણથી નગરજનોને સોસાયટીઓને આ સ્પર્ધામાં જોડવામાં આવશે .

આ સ્પર્ધામાં સુરત મનપા તેમજ રાજ્ય અને દેશની અલગ અલગ થીમ પર સ્વખર્ચે સોસાયટીએ પેઇન્ટિંગ કરાવવાનું રહેશે જેમાં પ્રથમ 20 પેઇન્ટિંગની એન્ટ્રીઓ વચ્ચે સ્પર્ધા થશે. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર પેઇન્ટિંગની રોકડ ઇનામ અપાશે. આમ શહેરીજનો પણ શહેરની સુંદરતામાં વધારો કરવા માટે પોતાનું યોગદાન આપી શકે તે આશયથી કોર્પોરેશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને શહેરીજનોમાં પણ હાલ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.  શહેર આખાને ખુબસુરત પેઇન્ટીંગથી રંગીને સુરતની સુંદરતામાં વધારો કરવાની દિશામાં મહાનગરપાલિકા હવે શહેરીજનોના સાથ સહકારથી આગળ વધવા માંગે છે.

આ પણ વાંચો : Chaitri Navratri : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !

આ પણ વાંચો : Pariksha Pe Charcha 2022: ગુજરાતના 55 લાખથી વધુ વિદ્યાર્થીઓ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં જોડાશે, શાળાઓમાં કરાશે જરૂરી વ્યવસ્થાઓ

Follow Us
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
g clip-path="url(#clip0_868_265)">