Banaskantha: પાલનપુર નગરપાલિકામાં વિરોધપક્ષ નેતાએ ભારે કરી ! અંકિતા ઠાકોરે પાલિકા પ્રમુખની સાડી ખેંચી નાખતા પોલીસ ફરિયાદ

વિપક્ષના નેતાની આ શરમજનક હરકતને લઈને શાસક પક્ષના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા પ્રમુખ હેતલ રાવલે કહ્યું, મર્યાદામાં રહીને વિરોધ કરવામાં આવે તે જ યોગ્ય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 9:33 AM

બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકામાં (Palanpur Corporation) સાધારણ સભા મળી હતી. સાધારણ સભા (General meeting )માં સત્તાધારી પક્ષ અને વિપક્ષના તમામ સદસ્યો હાજર રહ્યા હતા. જ્યાં શહેરના નવા કામો તેમજ આગામી સમયમાં નગરપાલિકાના નવા આયોજનો મામલે ચર્ચા થઈ હતી. જો કે પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં શરમજન ઘટના જોવા મળી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે નગરપાલિકા પ્રમુખની સાડી ખેંચીને વિરોધ (Protest) દર્શાવ્યો હતો. જેના પગલે પાલિકા પ્રમુખ હેતલ રાવલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં નગરપાલિકામાં વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. બજેટ ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે તમામ મર્યાદાઓ વટાવી પાલિકા પ્રમુખની સાડી ખેંચી વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત શાસક પક્ષના નેતાનો કોલર પકડી વિરોધ પક્ષના નેતાએ વિરોધ કર્યો હતો. બીજી તરફ વિપક્ષના નેતાની આ શરમજનક હરકતને લઈને શાસક પક્ષના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેના પગલે પાલિકા પ્રમુખ હેતલ રાવલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

બીજી તરફ વિપક્ષના નેતાની આ શરમજનક હરકતને લઈને શાસક પક્ષના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા પ્રમુખ હેતલ રાવલે કહ્યું, મર્યાદામાં રહીને વિરોધ કરવામાં આવે તે જ યોગ્ય છે. મહત્વનું છે કે પાલનપુર નગરપાલિકામાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળો એટલો વધી ગયો કે મામલો મારામારી પર આવી ગયો હતો.

આ પણ વાંચો-

Bhavnagar: વન રક્ષક પેપરકાંડ મુદ્દે ASP સફીન હસનનો દાવો, ”આ પેપર ફૂટવાની ઘટના નથી, માત્ર કોપી કેસ છે”

આ પણ વાંચો-

Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણી પહેલા ભાજપના મુખ્યમંત્રી બદલવાનું સત્ય શું છે ? અત્યાર સુધીમાં ત્રણ વખત મુખ્યમંત્રી બદલાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">