Gujarat Election 2022 : Big Debate On Bus વલસાડના વાપીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટ્રાન્સપોર્ટ નગરના મુદ્દે ખેલાયો જંગ, વિકાસના મુદ્દે આમને -સામને

Gujarat Election 2022 : Big Debate On Bus વલસાડના વાપીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટ્રાન્સપોર્ટ નગરના મુદ્દે ખેલાયો જંગ, વિકાસના મુદ્દે આમને -સામને

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 11:14 PM

ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ વાપી  પહોંચી છે. જેમાં ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ચર્ચા કરવામાં આવી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા મિતેષ દેસાઇ કોંગ્રેસના નેતા અને પારડીથી કોંગ્રેસ ઉમેદવાર જયશ્રી પટેલ અને વરિષ્ઠ પત્રકાર હનિફ મહેરી આ ડિબેટમાં જોડાયા હતા.

Gujarat Election 2022 :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ વાપી  પહોંચી છે. જેમાં ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ચર્ચા કરવામાં આવી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા મિતેષ દેસાઇ કોંગ્રેસના નેતા અને પારડીથી કોંગ્રેસ ઉમેદવાર જયશ્રી પટેલ અને વરિષ્ઠ પત્રકાર હનિફ મહેરી આ ડિબેટમાં જોડાયા હતા.

ભારતીય જનતા પાર્ટી 150 વિધાનસભા જીતીને ઐતિહાસિક જીત મેળવવાની છે

આ ડિબેટમાં ભાજપના નેતા મિતેષ દેસાઇએ જણાવ્યું હતું કે ગુજરાત એ પીએમ મોદીનું ઘર છે અને કોઇ પણ વ્યક્તિ ઘરે આવે તો પરિવારજનોને આનંદ જ થાય. તેમજ આ વર્ષે ભારતીય જનતા પાર્ટી 150 વિધાનસભા જીતીને ઐતિહાસિક જીત  મેળવવાની છે. પીએમ મોદીએ વિધાનસભા બેઠક મુજબ સભા કરી છે. વાપી અને વલસાડમાં પણ પ્રચારમાં આવશે. કોંગ્રેસના ઉમેદવારને તોડીને ભાજપમાં સમાવવાના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે લોકો સામેથી આવે છે અમે કોઇને તોડવા જતાં નથી. અમે તો પક્ષમાં જે આવે તેને આવકારીએ છીએ. અમે તો સમાવેશી લોકો છીએ. જ્યારે કોંગ્રેસની વિકાસની વાત કરે છે તેમણે વર્ષ 1970 વાપી જીઆઇડીસી બનાવી હતી. પરંતુ તેમણે ટ્રાન્સપોર્ટ માટે પ્લોટ રાખ્યો જ નહિ. જેના લીધે આજે ટ્રાન્સપોર્ટ નગરનો પ્રશ્ન ઉભો થયો છે. ભાજપ સરકારે આ પ્રશ્ન ઉકેલ્યો છે. તેમજ ટૂંક જ સમયમાં તેનું કામ પણ શરૂ થઈ જશે.

વલસાડનો વિકાસ શૂન્ય છે

આ હાઇટેક ચર્ચામાં કોંગ્રેસના નેતા અને પારડીથી કોંગ્રેસ ઉમેદવાર જયશ્રી પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમજ મારો સવાલ એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારંવાર વલસાડ કેમ આવવું પડે છે તે મોટો પ્રશ્ન છે. પીએમ મોદી હમણાં જ રોડ શો કરી ગયા છે એટલે કે લોકો ડરી ગયા છે માત્ર 150 ની વાતો કરે છે જો જો શું દશા થાય છે. પીએમ મોદી ગુજરાત આવે એમાં અમને કોઇ વાંધો નથી અમને કોઇ તકલીફ નથી. જ્યારે યુવાનો બેરોજગાર છે તેની વાત કરો, 400 નો બાટલો 1100નો થયો તેની વાત કરો. અમે પ્રચારમાં મોંધવારી, બેકારીનો મુદ્દો લઇને જઇશું. જેમાં વલસાડનો વિકાસ શૂન્ય છે.

ટ્રાન્સપોર્ટ નગર મુદ્દો દરેક ઈલેકશન સામે આવે છે

આ ડિબેટમાં વરિષ્ઠ પત્રકાર હનિફ મહેરીએ જણાવ્યું છે કે, વલસાડનો વિકાસ થયો છે. તેમજ અનેક વિસ્તારોમાં કામ થયા છે. આ ઉપરાંત મોંધવારી અને રોજગારીનો મુદ્દો પણ મહત્ત્વનો છે. આ મુદ્દા રાષ્ટ્રીય છે જેના લીધે આ મુદ્દાની ઇલેક્શનમાં કોઇ અસર જોવા નથી મળતી. તેમજ દરેક વખતે લોકો સ્થાનિક મુદ્દા અને ઉમેદવારને ધ્યાને રાખીને મત આપ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પીએમ મોદીનો પણ સારો પ્રભાવ છે. તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જેવા નેતાઓના આવવાથી પણ આ વિસ્તારના લોકોના ઉત્સાહ આવે છે. જેમાં વર્ષ 2004ના સોનિયા ગાંધીના પ્રવાસ બાદ કોંગ્રેસ લોકસભા બેઠક જીતી હતી. તેમજ વાપી જીઆઇડીસીનો પણ વિકાસ થયો છે. જ્યારે ટ્રાન્સપોર્ટ નગરનો મુદ્દો દરેક ઈલેકશન સામે આવે છે પરંતુ આ વખતે આ મુદ્દો ઉકેલાયો છે.

 

Published on: Nov 17, 2022 11:12 PM
g clip-path="url(#clip0_868_265)">