Gujarat Cyber Fraud: સૌથી મોટા સાયબર ફ્રોડના 10 આરોપી ગુજરાતમાંથી ઝડપાયા

| Edited By: | Updated on: Dec 09, 2025 | 8:55 PM

ગુજરાત સાયબર સેલે ભાવનગરથી ઓનલાઈન છેતરપિંડી આચરતી એક શાતિર ટોળકીના 10 સભ્યોની ધરપકડ કરી છે, જેમણે સમગ્ર દેશમાં લોકોને ₹ 719 કરોડનો ચૂનો લગાવ્યો હતો.

સાઈબર સેલની ટીમે ભાવનગરથી 10 આરોપીઓની ગેંગને ઝડપી પાડી છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે IndusInd બેંકના બે કર્મચારી (અબુ બકર અને પાર્થ ઉપાધ્યાય) પણ સામેલ છે. આ ટોળકીએ દેશના 33 રાજ્યોમાં 1,594 જેટલા સાયબર ગુનામાં સંડોવણી નોંધાવી છે, મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું છે. આ ગેંગે ભાવનગરની એક જ બેંક બ્રાન્ચમાંથી 100થી વધુ એકાઉન્ટ ખોલાવી ઠગાઈના નાણાંની હેરાફેરી કરી હતી.

ક્રિપ્ટો કનેક્શન અને મ્યુલ એકાઉન્ટ:

ફ્રોડના નાણાં મેળવવા માટે આરોપીઓ મ્યુલ ખાતાધારકોનો ઉપયોગ કરતા હતા. સ્થાનિક હેન્ડલર પૈસા ઉપાડ્યા બાદ દુબઈના બોસનો સંપર્ક કરતા, જે ક્રિપ્ટો વોલેટ દ્વારા રકમ ચીન અને અન્ય ગેંગ સુધી પહોંચાડતો. સ્થાનિક આરોપીઓ 4થી 8 ટકા કમિશન લઈને રકમને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા. સાયબર સેલે 30થી વધુ ક્રિપ્ટો વોલેટ અને અનેક મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત, રાજકોટના ₹ 26 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં પણ 7 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે સુરતના સાયબર સ્લેવરી રેકેટમાં મોહિત રાજગિરી નામના વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

DRDO માં 700+ ખાલી જગ્યા માટે ભરતી, અરજી કરવા અહીં ક્લિક કરો