AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસનો અનોખો સભ્ય નોંધણી કાર્યક્રમ, 5 રૂપિયા લઇ કોંગ્રેસ સભ્ય બનાવશે !!

કોંગ્રેસનો અનોખો સભ્ય નોંધણી કાર્યક્રમ, 5 રૂપિયા લઇ કોંગ્રેસ સભ્ય બનાવશે !!

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:47 PM
Share

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે સભ્ય નોંધણી માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને નવા યુવા મતદારોને કોંગ્રેસમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે.

AHMEDABAD : મિશન 2022 માટે કોંગ્રેસે કમરકસી લીધી છે. જે અંતર્ગત 1 નવેમ્બરથી 31 માર્ચ 2022 સુધી કોંગ્રેસ તરફથી સભ્ય નોંધણી કરવામાં આવશે. ભાજપના પેજ પ્રમુખના આયોજનની સફળતાને જોતા કોંગ્રેસ યુવા અને મહિલા મતદારોને જોડવાનું અભિયાન શરૂ કરશે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે સભ્ય નોંધણી માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને નવા યુવા મતદારોને કોંગ્રેસમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે.જે અંતર્ગત પાંચ રૂપિયાની ફી આપી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવશે.. નવા સભ્યોને કોંગ્રેસના વિઝનથી વાકેફ કરવામાં આવશે.. સભ્ય નોંધણી ઝુંબેશમાં એક બુથમાંથી કે એક વિસ્તારમાંથી સભ્ય બને તેના બદલે દરેક જગ્યા પરથી સભ્ય બનાવવાનું નક્કી કરાયું છે.

તમામ બુથ પર આગેવાનો જઈ વ્યક્તિગત રીતે સંપર્ક કરી લોકોને કોંગ્રેસમાં જોડવાનો પ્રયાસ કરશે.. 2022 મિશન અંતર્ગત દરેક બુથ પર 25 સભ્ય બનાવવાનો લક્ષ્યાંક કોંગ્રેસે નક્કી કર્યો છે.. આ માટેની ઝુંબેશ 31 માર્ચ 2022 સુધી ચલાવવામાં આવશે.. આ ઉપરાંત મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ ભાજપને ઘેરશે અને આ માટે જન જાગરણ અભિયાનની પણ શરૂઆત કરશે.

આ પણ વાંચો : T20 World Cup 2021: કોહલી, રોહિત, રાહુલ અને પંત સહિતની બેટીંગ લાઇનનો ફ્લોપ શો, ન્યુઝીલેન્ડ સામે 110 રનનો આસાન સ્કોર

આ પણ વાંચો : T20 World Cup 2021: વિરાટ કોહલીએ રોહિત શર્માની ઓપનીંગ છોડાવી દીધી, રોહિત-ઇશાનને ક્રમ બદલવાનો દાવ પડ્યો ઉલટો!

g clip-path="url(#clip0_868_265)">