Mahisagar: CM એ કહ્યું ‘નામ જાહેર થતા મને પણ અચંબો થયો હતો’, હળવી મજાક કરી કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો

Mahisagar: CM ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર ભાજપના (BJP) કાર્યકરોની પ્રશંસા કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કાર્યકરો હંમેશા પ્રજાની વચ્ચે રહીને કામ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 8:12 AM

મહીસાગરની (Mahisagar) મુલાકાતે પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ફરી એકવાર ભાજપના (BJP) કાર્યકરોની પ્રશંસા કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કાર્યકરો હંમેશા પ્રજાની વચ્ચે રહીને કામ કરે છે. અને પ્રજાને પડતી મુશ્કેલીઓની તમામ માહિતી કાર્યકરો પાસેથી મળી જાય છે.

આ કાર્યક્રમમાં મુખ્યમત્રીએ મંત્રીઓને નાનામાં નાના કાર્યકરોને સાથે રાખી તેમની વાત સાંભળવાની ટકોર કરી હતી. મહીસાગરમાં કાર્યકરોને સંબોધતા મુખ્યપ્રધાન પટેલે કહ્યું, જિલ્લામાં ડેરી, જીઆઈડીસી અને રેલવે સહિતના વિકાસ જે કામો બાકી તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. અને જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે શુદ્ધ પાણી આપવામાં આવશે.

CM એ કહ્યું કે ભાજપનો કાર્યકર્તા હરહંમેશ પ્રજાની વચ્ચે કામ કરવા ટેવાયેલો છે. ત્યારે પ્રજાને શું મુશ્કેલી પડે છે એ અમને ઓફીસમાં બેઠા બેઠા થોડી ખબર પડી જાય. પ્રજાની મુશ્કેલીઓની માહિતી અમને કાર્યકર્તાઓ પાસેથી મળી જાય છે. કાર્યકર્તાના નામ જાહેર થવા વિશે CM એ કહ્યું કે ‘નામ જાહેર થતા તમને અચંબો થયો હોય તો મને પણ અચંબો થયો હતો. આટલી મોટી જવાબદારીની આપણે કલ્પના પણ ના કરી હોય.’ આમ  હળવી મજાક કરીને ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો.

 

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટની બેઠક: કોરોના, CMના રોડ શો અને આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો: Rajkot: હિટ એન્ડ રનની ગોઝારી ઘટના, દૂધ લેવા જઈ રહેલા મા-દીકરીને અજાણ્યા વાહને અડફેટે લીધા, બાળકીનું મોત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">