AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: હરામી નાળા પાસેથી ફરી ઝડપાઇ બે પાકિસ્તાની બોટ, બે પાકિસ્તાની ઘૂસણખોર સકંજામાં

Kutch: હરામી નાળા પાસેથી ફરી ઝડપાઇ બે પાકિસ્તાની બોટ, બે પાકિસ્તાની ઘૂસણખોર સકંજામાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 12:01 PM
Share

કચ્છ (Kutch) જિલ્લામાં ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાઇ ગઇ છે. હરામીનાળા બોર્ડર પરથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. BSFના પેટ્રોલિંગ (Patrolling) દરમ્યાન બે બોટ ઝડપી પાડવામાં આવી હતી.

ફરી એકવાર પાકિસ્તાનની (Pakistan) ઘૂષણખોરીનો પ્રયાસ નાકામ કરી દેવામાં આવ્યો છે. કચ્છના (Kutch) હરામી નાળા પાસેથી ફરી એકવાર બે પાકિસ્તાની બોટ (Pakistan’s boat) ઝડપાઇ છે. બે પાકિસ્તાની ઘુસણખોર પણ સકંજામાં આવી ગયા છે. જો કે BSFનું સર્ચ અભિયાન હજુ પણ ચાલુ છે. હજુ તો પાંચ દિવસ પહેલા જ પાકિસ્તાન મરીન્સ (Pakistan Marines) દ્વારા ગુજરાતની દરિયાઇ સીમામાં માછીમારોની (fishermen) બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારે થોડા જ દિવસમાં હવે પાકિસ્તાન દ્વારા હવે ઘૂષણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે BSF દ્વારા સમગ્ર ઘટનાને લઇને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યુ છે.

ઝડપાયેલા પાકિસ્તાનીઓ માછીમાર હોવાનો ખુલાસો

કચ્છ જિલ્લામાં ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાઇ ગઇ છે. હરામીનાળા બોર્ડર પરથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. BSFના પેટ્રોલિંગ દરમ્યાન બે બોટ ઝડપી પાડવામાં આવી હતી. બે પાકિસ્તાની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોવાનું પ્રાથમિક ધોરણે જણાયુ હતુ. જો કે બાદમાં ઝડપાયેલા પાકિસ્તાનીઓ માછીમાર હોવાનો ખુલાસો થયો છે. જો કે આ ઘટના બાદ BSF દ્વારા પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યુ છે.

માછીમારોને ગોંધી રાખીને મરાયો હતો માર

6 ઓક્ટોબરના રોજ જખૌથી 45 નોટિકલ માઈલ દૂર IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ દ્વારા હરસિદ્ધિ નામની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ અને બોટને ડુબાડી દીધી હતી. જો કે માછીમારોનો આબાદ બચાવ થયો છે. માછીમારોની પુછપરછમાં સામે આવ્યુ છે કે બોટ ડુબ્યા બાદ માછીમારોને ગોંધી રાખીને પાકિસ્તાનના 20-25 જવાનોએ માર માર્યો હતો. જેથી વણાંકબારા, દીવના અમરસી માવજી બામણિયાએ પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક નેવીના 20થી 25 જવાનો સામે હત્યાની કોશિશ અને માર મારવા બોટ પર ફાયરિંગ કરવાની ફરિયાદ નોંધાવી છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">