Gujarat Election 2022 : કચ્છની આ વિધાનસભા બેઠક પર 2007 થી ભાજપનું એકહથ્થુ શાસન, જાણો અધ્યક્ષ નિમાબેન આચાર્યની બેઠકના મતદારોનો મિજાજ
કચ્છની (Kutch) અતિ મહત્વની વિધાનસભા બેઠક એટલે ભુજ. આ બેઠક પર ગ્રામીણ અને શહેરી મતદારોનો સમાવેશ થાય છે.જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) આ વખતે ત્રિપાંખિયા જંગ જામશે, ત્યારે 27 વર્ષથી શાશન કરી રહેલ ભાજપ સહિત કોંગ્રેસ અને આપ (AAP) એડી ચોટીનુ જોર લગાવી રહી છે.પ્રચાર અને પ્રસાર થકી રાજકીય પાર્ટીઓ મતદાતાઓને રીઝવવા મથામણ કરી રહી છે. ત્યારે TV9ની ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆતમાં આજે આપણે કચ્છની (kutch) ભુજ વિધાનસભા બેઠકની (Bhuj Assembly seat) વાત કરીશુ. ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે.
આ બેઠક પર સવર્ણ મતદારોનો દબદબો
કચ્છની અતિ મહત્વની વિધાનસભા બેઠક એટલે ભુજ. આ બેઠક પર ગ્રામીણ અને શહેરી મતદારોનો સમાવેશ થાય છે. NRI મતદારોની સંખ્યા ધરાવતા ભુજમાં (Bhuj City) પાછલી 3 ટર્મથી ભગવો લહેરાઇ રહ્યો છે. તો પાછલી 2 ટર્મથી ભાજપના ડૉ.નીમા આચાર્ય ચૂંટાય છે. જે વિધાનસભાના અધ્યક્ષ પણ છે.પાછલી 3 ટર્મથી જીતથી દૂર કોંગ્રેસ 2022માં પરિવર્તન માટે મહેનત કરી રહી છે. તો ભાજપ પણ જીતની પરંપરા જાળવી રાખવા કટિબદ્ધ છે, ત્યારે જાણો અહીંના મતદારોનો (voters) કેવો છે મિજાજ અને 2022માં કેવા છે સત્તાના સમીકરણો આવો જાણીએ.જો અહીંના જાતિગત સમીકરણોની વાત કરીએ તો સવર્ણ મતદારો 36.90 ટકા, લઘુમતી મતદારો 35.40 ટકા, પાટીદાર (patidar) મતદારો 35 ટકા, OBC મતદારો 9 ટકા, SC મતદારો 21.7 ટકા અને ST મતદારો 1 ટકા છે.
જાણો અહીંનો રાજકીય ઈતિહાસ
જો રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી 13 વિધાનસભા ચૂંટણી યોજાઇ છે.જેમાં ભાજપ 6 વખત અને કોંગ્રેસ 5 વખત ચૂંટણી જીતી છે.1985 સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 1990માં કોંગ્રેસ પાસેથી ભાજપે અહીં કેસરિયો લહેરાવ્યો.તો 1990માં પુષ્પા ગઢવીએ ભાજપને જીત અપાવી હતી. 1995 અને 1998માં ભાજપે બેઠક જાળવી રાખી. સતત બે ટર્મ સુધી ભાજપના મુકેશ ઝવેરી ચૂંટાયા હતા. 2002માં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી અને 2007માં વાસણ આહીર જીત્યા અને પ્રધાન બન્યા.બાદમાં 2012 અને 2017માં ભાજપના નીમા આચાર્યએ (DR Nimaben Achrya) અહીંથી જીત મેળવી.