ગુજરાતમાં ભાજપ લોકસંપર્ક વધારવા અપનાવશે આ રણનીતિ

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ભાજપ આગામી દિવસોમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજશે. જેમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી જે તે જિલ્લાની મુલાકાત લઈ 24 કલાક સમય આપી લોકો અને પક્ષના કાર્યકર્તાઓને સાંભળશે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 21, 2021 | 8:13 PM

ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) એક દિવસ એક જિલ્લો નામની નવી રણનીતિ ઘડી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક દિવસ એક જિલ્લા માટે ફાળવશે.આ મુદ્દે સી.આર.પાટીલે(CR Paatil)કહ્યું હતું કે, ભાજપ આગામી દિવસોમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજશે.

જેમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી જે તે જિલ્લાની મુલાકાત લઈ 24 કલાક સમય આપી લોકો અને પક્ષના કાર્યકર્તાઓને સાંભળશે. સી.આર.પાટીલે આજે વાપીમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.

તેમણે કહ્યું કે, જે-તે જિલ્લામાં સામાન્ય લોકો, પાર્ટીના કાર્યકર્તાઓ, સંઘના આગેવાનો, ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરવામા આવશે. કાર્યકર્તાઓની ફરિયાદ હશે તો તેને પણ અલગથી સાંભળવામા આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની રચના થયા બાદ સરકાર અને પક્ષ લેવલે લોકસંપર્કને વિશેષ મહત્વ આપવામા આવી રહ્યું છે. જે અંતર્ગત હવે ભાજપે આ નવું અભિયાન શરૂ કર્યું છે.

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણીને લઇને ભાજપે અત્યારથી જ કવાયત શરૂ કરી છે. તેમજ આગામી મહિને ગ્રામ પંચાયતની પણ ચુંટણી યોજાવવાની છે. જેને લઇને ભાજપે સંગઠનને વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે.

જેના ભાગરૂપે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે હાલમાં 16 જિલ્લાના કાર્યકર્તાઓ સાથે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમના માધ્યમથી સંપર્ક કર્યો હતો. તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ સતત અલગ અલગ જિલ્લાઓના પ્રવાસ દ્વારા કાર્યકરોના સંપર્કમાં રહે છે.

આ પણ વાંચો : કચ્છમાં નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ પડતાં પાણીના ફુવારા ઉડયા, જુઓ વિડીયો

આ પણ  વાંચો : ચીરીપાલ ગ્રુપ ફરી વિવાદમાં : ભાવનગરના ખેડૂતો માટેનું 650થી વધુ બોરી સરકારી યુરીયા ખાતર અમદાવાદના ગોડાઉનમાંથી ઝડપાયું

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati