ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ પદ્ધતિ, સીધા પૈસાને બદલે કન્સલ્ટન્સી ફી અને વચેટિયાઓનો સહારો

ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ પદ્ધતિ, સીધા પૈસાને બદલે કન્સલ્ટન્સી ફી અને વચેટિયાઓનો સહારો

| Edited By: | Updated on: Nov 15, 2026 | 7:26 PM

ગુજરાતમાં વર્ષ 2026માં ACB એ 183 ગુના નોંધી 275 આરોપીઓને ઝડપ્યા છે, જેમાં 127 ખાનગી વચેટિયા સામેલ છે. અધિકારીઓ હવે સીધી લાંચને બદલે પ્રોફેશનલ ચાર્જના નામે નાણાં પડાવી રહ્યા છે, પરંતુ 16 વર્ષમાં ACB નો કન્વિક્શન રેટ માત્ર 31 ટકા રહેવો મોટો પડકાર છે.

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે, પરંતુ લાંચ લેવાની પદ્ધતિમાં આવેલો બદલાવ તંત્ર માટે નવો પડકાર બન્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં ACB એ 183 ગુના નોંધી 1.30 કરોડ રૂપિયાની લાંચ સાથે 275 આરોપીઓની ધરપકડ કરી છે. વિભાગવાર આંકડાઓમાં ગૃહ વિભાગ 48 ગુના સાથે પ્રથમ, પંચાયત વિભાગ 34 ગુના સાથે બીજા અને મહેસૂલ વિભાગ 29 ગુના સાથે ત્રીજા ક્રમે છે.

હવે સરકારી અધિકારીઓ સીધી લાંચ માંગવાને બદલે ખાનગી વચેટિયાઓ મારફતે કન્સલ્ટન્સી ફી કે પ્રોફેશનલ ચાર્જના નામે નાણાં વસૂલી રહ્યા છે. 2026માં ઝડપાયેલા આરોપીઓમાં 12 ક્લાસ-1, 22 ક્લાસ-2 અને 111 વર્ગ-3ના કર્મચારીઓ ઉપરાંત 127 ખાનગી વ્યક્તિઓ સામેલ છે, જે વચેટિયાઓની સક્રિય ભૂમિકા દર્શાવે છે.

બીજી તરફ, લાંચિયાઓને પકડવા કરતાં કોર્ટમાં ગુનો સાબિત કરવો ACB માટે વધુ મુશ્કેલ બન્યું છે. વર્ષ 2010થી 2026 સુધીના 16 વર્ષમાં નોંધાયેલા 1,955 કેસમાંથી માત્ર 606 કેસમાં જ દોષ સાબિત થયો છે, એટલે કે કન્વિક્શન રેટ માત્ર 31 ટકા રહ્યો છે. જોકે, છેલ્લા 5 વર્ષમાં ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવાઓના ઉપયોગથી આ દર સામાન્ય સુધરીને 33 ટકા થયો છે. ભ્રષ્ટાચાર ડામવા કડક કાર્યવાહી સાથે સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવી અત્યંત જરૂરી છે.

શિયાળામાં ગુજરાતના કચ્છની મુલાકાત કેમ છે ખાસ? જાણો સફેદ રણથી લઈને રણોત્સવ સુધીના 5 મુખ્ય કારણો

Published on: Nov 15, 2026 07:25 PM
Follow Us
Loading...
Unable to load recommendations.