Breaking News : ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર, સીંગતેલ, કપાસિયા તેલમાં ચાર દિવસમાં 80 રૂપિયાનો વધારો, જુઓ Video
હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવો આસમાને છે. કોથમીર, લીંબુ, સહિત તમામ લીલા શાકભાજીના ભાવમાં વધ્યા છે ત્યારે જતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે. ફરી એકવાર તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે.
હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવો આસમાને છે. કોથમીર, લીંબુ, સહિત તમામ લીલા શાકભાજીના ભાવમાં વધ્યા છે ત્યારે જતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે. ફરી એકવાર તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે.
તહેવારો પૂર્વે તેલના ભાવમાં ભડકો !
સીંગતેલ, કપાસિયા તેલમાં ચાર દિવસમાં 80 રુપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2,380થી વધી 2,450 રૂપિયા થયો છે. ત્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,220થી વધી 2,300 રૂપિયા થયો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં એકાએક કૃત્રિમ તેજી જોવા મળી છે. જૂના ડબ્બામાં ખાદ્યતેલનું વેચાણ ન કરવાનો નિયમ લાગુ થયો છે. નિયમની કડક અમલવારીથી કૃત્રિમ તેજી ઉભી થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. નવા ડબ્બાનો પુરતો સ્ટોક ન હોવાથી વેપારીઓ, મિલમાલિક મુંઝાયા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હવે સાતમ-આઠમ તેમજ જન્માષ્ઠમીનો તહેવાર આવી રહ્યો છે.તેવા સમયે જ તેલના ભાવમાં ફરી ભડકો નોંધાતા મધ્યમ વર્ગ પર તેની અસર જોવા મળશે. ગૃહિણીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. તહેવારો પહેલા જ તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેલના ભાવમાં એકા એક 80 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે મધ્યમ વર્ગ પર તેની અસર જોવા મળશે.
