Dahod : હાથી, ઘોડા નહીં…JCBમાં સવાર થઇ પરણવા નીકળ્યો વરરાજા ! સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ
દાહોદના સંજેલીમાં રીલ જોઈને પ્રેરાઈ વરરાજાએ JCBમાં જાન લઈને જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વરરાજા JCB પર સવાર થઈ પરણવા નીકળ્યા હતા. JCBના આગળના ભાગને શણગાર કરી વરરાજા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. જેમાં દરેક યુવક – યુવતિને અગલ અલગ થીમ પર લગ્ન કરવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો તેમના લગ્ન ખાસ બનાવવા માટે લગ્ન પત્રિકા અલગ છપાવતા હોય છે. તેમજ સોશિયલ મીડિયામાં જોઈ અવનવી થીમ સાથે લગ્ન કરવાનાં અનેક કિસ્સા સામે આવતા હોય છે.
તમે ગાડી, ઘોડા કે બળદગાડામાં જતી જાન તો ગણી જોઈ હશે. જો કે દાહોદમાં એક વરરાજાએ પોતાની જાન JCBમાં લઇ જવાનું નક્કી કર્યુ. JCBને શણગારીને વરરાજા પોતે JCBમાં સવાર થઇને પોતાની દુલ્હન સાથે લગ્ન કરવા નીકળ્યા હતા.
JCBમાં નીકળી અનોખી જાન
કેટલાક યુવકો ઘોડાની જગ્યાએ હાથી પર જાન લઈને જતા જોવા મળે છે, કેટલાક બગીમાં, તો કેટલાક લક્ઝુરિયસ કારમાં જાન લઇને જાય છે. જો કે દાહોદના સંજેલીમાં રીલ જોઈને પ્રેરાઈ વરરાજાએ JCBમાં જાન લઈ જવાનું નક્કી કર્યુ. વરરાજા JCBમાં જાન લઇને જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વરરાજા JCB પર સવાર થઈ પરણવા નીકળ્યા હતા.
JCBના આગળના ભાગને શણગાર કરી વરરાજા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વરરાજાના સાથે અન્ય પણ થોડા સ્વજન JCBમાં બેસેલા જોવા મળી રહ્યા છે. આ અનોખી જાનને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યાં હતા.