Rajkot: બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરા રામપર ગામના સરપંચ બન્યા, માત્ર 16 મતથી વિજય

Gram panchayat election results: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. તો માત્ર 16 મતે જયેશ બોઘરા રાજકોટના રામપર ગામના નવા સરપંચ બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 11:10 AM

ગુજરાતમાં (Gujarat) 8,686 ગ્રામ પંચાયતોની (Gram Panchayat) મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકો મતગણતરીનો (Counting) પ્રારંભ થયો છે. જેમાં રાજકોટ જિલ્લામાં રામપર ગામમાં જયેશ બોધરા માત્ર 16 મતે વિજય થયા છે. જયેશ બોધરા રામપર ગામના સરપંચ તરીકે ચૂંટાયા છે. તો જણાવી દઈએ કે જયેશ બોધરા બેડી માર્કેટીંગ યાર્ડના ચેરમેન પણ છે.

જણાવી દઈએ કે 2 ડિસેમ્બરના રોજ જ રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન પદે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન પદે વસંત ગઢિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.ભાજપ દ્રારા બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીથી લઇને ચેરમેન પદ સુધીની જવાબદારી પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી જેમાં ભાજપ પ્રદેશ મવડી મંડળ સાથે સંકલન કરીને આ વરણીને જિલ્લા ભાજપ દ્રારા મેન્ડેન્ટ આપવામાં આવ્યું હતું.

તો રાજકોટના જેતપુર તાલુકામાં ગ્રામપંચાયત ચૂંટણીમાં અકાળા ગામે સવિતાબેન રૂપાપરા સરપંચ તરીકે ચૂંટાયા છે. તેઓ 160 મતથી વિજેતા બન્યાના અહેવાલ આવી રહ્યા છે. તો ગોંડલ તાલુકાના ગામ નાના ઉમવાડામાં દસરથસિંહ જાડેજા 168 મતથી વિજેતા થઈને સરપંચ બન્યા છે.

 

આ પણ વાંચો: ગુજરાતના બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ, મતદાન મથકો પર સમર્થકોની ભીડ

આ પણ વાંચો: અમદાવાદના દસક્રોઇ તાલુકાના 64 ગામના પરિણામ માટે લાંભા ખાતે મતગણતરી શરૂ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">