અમદાવાદના દસક્રોઇ તાલુકાના 64 ગામના પરિણામ માટે લાંભા ખાતે મતગણતરી શરૂ
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના 64 ગામોની મતગણતરી લાંભા ખાતે શરૂ કરવામાં આવી છે. જેમાં લાંભા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો અને એજન્ટની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં(Gujarat)8,686 ગ્રામ પંચાયતોની(Gram Panchayat) મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકો મતગણતરીનો (Counting) પ્રારંભ થયો છે. જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના 64 ગામોની મતગણતરી લાંભા ખાતે શરૂ કરવામાં આવી છે. જેમાં લાંભા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો અને એજન્ટની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લાંભાની ગીતા હાઈસ્કૂલ ખાતે આ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના 64 ગામોની મતગણતરીના પગલે સરપંચ પદના ઉમેદવારોના સમર્થકો પણ મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્ર પર ઉમટ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જેમાં અમદાવાદ જિલ્લાની સાણંદ(Sanand) તાલુકાના 54 ગ્રામ પંચાયતોના સરપંચના નામની આજે જાહેરાત કરવામાં આવશે. આ માટેની મતગણતરીનો પ્રારંભ થયો છે. જેમાં સાણંદ તાલુકામાં માધવનગર મોડલ સ્કૂલમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સાણંદના 64 ગામમાંથી 10 ગામ સમરસ થયા છે. તેમજ તાલુકામાં કુલ 131 સરપંચ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. જેમાં હાલ એકસાથે 11 ગામોનાં મતોની ગણતરી હાથ ધરાઈ છે. તેમજ એક ગામ માટે સરેરાશ 2 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.
ગુજરાતમાં(Gujarat) 8,686 ગ્રામ પંચાયતોની(Gram Panchayat) મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકો મતગણતરીનો(Counting) પ્રારંભ થયો છે.
આ પણ વાંચો: Gandhinahar: AAP અને ભાજપ વચ્ચે ઘર્ષણનો મુદ્દો, આજે ઈસુદાન સહિત AAPના આ 6 નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે
આ પણ વાંચો:AMC આકરા પાણીએ: ઘરે આવીને માગશે કોરોના વેક્સિન સર્ટિફિકેટ, જો રસી નહીં લીધી હોય તો કરશે આ કામ
