Girsomnath: બિસ્માર હાઇવેના સમારકામ માટે ધારાસભ્ય ઉતર્યા મેદાનમાં, સ્વખર્ચે જ શરૂ કરાવ્યું કામ

તાલાળાના (Talala) ધારાસભ્ય ભગવાન બારડે સ્વખર્ચે મશીનરી લાવી જાતે જ રસ્તાનું સમારકામ શરૂ કરી દીધું હતું. તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પાસે ઉગ્ર રજૂઆત કરી કામગીરીમાં વિલંબ અંગે જવાબ માંગ્યો હતો, અંતે ધારાસભ્યની રજૂઆતને પગલે તંત્ર સક્રિય થયું હતું અને રસ્તો રિપેર કરવાની કામગીરી ઝડપથી થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 7:31 AM

ગીર સોમનાથ જિલ્લામાં (Gir somnath) સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેની (national highway) હાલત વરસાદના પગલે અતિ બિસ્માર થઇ ગઇ છે.. ભારે વરસાદથી રસ્તા પર 10 ફૂટ ઉંડા ખાડા પડી ગયા છે. ગોકળગતિથી ચાલતી રસ્તા સમારકામની કામગીરીને પગલે સ્થાનિકો પણ ભારે પરેશાન છે. સમગ્ર મામલે રહીશોની વારંવાર રજૂઆત થવા છતા પણ તંત્ર બેધ્યાન બની રહ્યું છે. ત્યારે તાલાળાના (Talala) ધારાસભ્ય ભગવાન બારડે સ્વખર્ચે મશીનરી લાવી જાતે જ રસ્તાનું સમારકામ શરૂ કરી દીધું હતું. તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ પાસે ઉગ્ર રજૂઆત કરી કામગીરીમાં વિલંબ અંગે જવાબ માંગ્યો હતો, અંતે ધારાસભ્યની રજૂઆતને પગલે તંત્ર સક્રિય થયું હતું અને રસ્તો રિપેર કરવાની કામગીરી ઝડપથી થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના રોડ બાદ હવે નેશનલ હાઈવે બિસ્માર બન્યા છે.હાઈવે ઓથોરિટીની બેદરકારીના પગલે ગીર સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવે અતિ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વરસાદ બાદ હાઈવે (highway) પર મસમોટા ખાડા પડવાથી એમ્બ્યુલન્સ અને બિમાર વ્યકિતઓને ટ્રાફિકમાં કલાકો સુધી ફસાવવું પડે છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથથી ભાવનગર સુધી ફોર ટ્રેક સીસી રોડ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યો છે. આ મુદ્દે લોકસભામાં સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સવાલ પૂછયો હતો. જયાં વાતનો સ્વીકાર કરાયો હતો કે, સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે સમય મર્યાદામાં પૂરો થયો નથી. ખખડધજ હાઈવેના કારણે ઉનાથી વેરાવળ જતા લોકો 20ની સ્પીડે વાહન (Vehicle) ચલાવવા મજબૂર બન્યા છે.અતિશય ખરાબ રોડથી વાહનચાલકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને શ્રાવણ મહિનો નજીક હોવાથી સોમનાથ ઉના સુધીનો રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માગ કરી હતી.ત્યારે અહીં તંત્ર સામે સવાલ થાય છે કે, સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર ખાડા કયારે પૂરાશે ? મસમોટા ખાડામાંથી વાહનચાલકોને મુક્તિ કયારે મળશે ? લોકો કયાં સુધી ખાડાઓની સમસ્યાથી હેરાન થશે ? આ ખાડામાં કોઈનો જીવ જશે પછી તંત્ર ખાડા પૂરશે ?

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">