ગીરસોમનાથ: ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કરી કર્યો આ સંકલ્પ- જુઓ વીડિયો
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અહીં અમિત શાહે દર માસિક શિવરાત્રીએ લઘુરુદ્ર કરવાનો સંકલ્પ લીધો. અમિત શાહે સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા અર્ચના કરી હતી. પરિવાર સાથે દર્શને પહોંચેલા અમિત શાહે મહાદેવને જળાભિષેક પણ કર્યો. સાથે અમિત શાહે સોંમનાથ મહાદેવની ધ્વજાપૂજાનો પણ લાભ લીધો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 12 જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અમિત શાહે સપરિવાર સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી અને મહાદેવને જળાભિષેક કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શુક્રવારના મોડી સાંજથી જ સોમનાથ પહોંચ્યા હતા. સવારે અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા અને સપરિવાર ભગવાન સોમેશ્વર પૂજા પાઘ પૂજા અને ધ્વજારોહણ કર્યુ હતુ. ભારત સંકલ્પ યાત્રામાં અંતર્ગત તેઓ ચાંડુવાવ ગામે પહોંચ્યા હતા. રાત્રિ રોકાણ સોમનાથમાં કરી તેઓ સોમનાથ મંદિરમાં પૂજામાં જોડાયા હતા. ત્યાથી તેઓ જુનાગઢ જવા રવાના થયા હતા.

અમિત શાહે દર માસિક શિવરાત્રીએ હોમાત્મક લઘુ રુદ્રનો લીધો સંકલ્પ
સોમનાથ મહાદેવના દર્શને આવેલા અમિત શાહે દર માસિક શિવરાત્રીએ હોમાત્મક લઘુ રુદ્ર કરવાનો સંકલ્પ લીધો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર માસિક શિવરાત્રીએ હોમાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવશે તેવો સંકલ્પ લીધો હતો. અમિત શાહે અગાઇ લીધેલા સંકલ્પ અનુસાર સોમનાથ મંદિરમાં દરરોજ 121 રૂદ્રી પાઠ કરાવવામા આવે છે. હવે પ્રત્યેક માસિક શિવરાત્રી પર પણ હોમાત્મક લઘુ રુદ્ર નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
