Breaking News : બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું, મધ્યરાત્રીએ તંત્રે લોકોનું કરાવ્યું સ્થળાંતર , જુઓ Video
ઉનાના ખાત્રીવાડા ગામે મેઘરાજાએ શરુઆતથી ધડબડાટી બોલાવી દીધી છે. મોડી રાતથી ભારે વરસાદના પગલે રૂપેણ અને માલણ નદી છલકાઈ ગઈ હતી, જેના પાણી આખા ગામમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાનું ખત્રીવાડા ગામ ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની શરુઆતની સાથે આ ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ વરસાદના કારણે ગામની નજીકની બે નદીઓ છલકાઈ ગઈ હતી અને તે બન્ને નદીઓના પાણી ગામમાં ફરી વળ્યા હતા. ત્યારે ઠેર-ઠેર પાણી ભરાતા તમામ રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ છે.
ઉનાનુ ગામ બેટમાં ફેરવાયું
ઉનાના ખાત્રીવાડા ગામે મેઘરાજાએ શરુઆતથી ધડબડાટી બોલાવી દીધી છે. મોડી રાતથી ભારે વરસાદના પગલે રૂપેણ અને માલણ નદીઓ છલકાઈ ગઈ હતી, જેના પાણી આખા ગામમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને આખુ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘરો, ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયું છે.
બે નદીઓ છલકાતા જનજીવન ઠપ્પ
ઉનાના ખત્રીવાડામાં અવરજવર બંધ થતા ગામ આખું સંપર્ક વિહોણું થઈ ગયું છે. દેલવાડાથી સૈયદ રાજપરા જતા રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે સમગ્ર સ્થિતિને કાબુમાં લેવા માટે ઉના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ કામે લાગી છે. તેમજ અનેક જગ્યાઓ પરથી રસ્તા ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
250 લોકોનું કરાયું સ્થળાંતર
ઉના અને ગીર જંગલમાં અનરાધાર વરસાદી આફતના કારણે 4 ગામ પ્રભાવિત થયા છે. જેમાંથી ગાંગડા, સંનખડા, માણેકવાડા અને ખત્રીવાડા ગામમાં લોકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને ભારે વરસાદના પગલે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયુ છે. મળતી માહિતી મુજબ ગાંગડા ગામે પણ મોડી રાતે માલણ નદીના પાણી ઘુસી જતા સ્થિતિ તંગ બની છે તેમજ 250 જેટલા લોકોનું સ્થિતિને ગંભીરતાને જોતા તાત્કાલિક સ્થળાંતર કરાવામાં આવ્યું છે.
Junagadh Breaking News : માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પુલ પર ફસાઈ ST બસ, સામે આવ્યો-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી

