Gir Somnath: જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, સવારે બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

Gir Somnath: જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે બે કલાકમાં સૂત્રાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કોડીનારમાં અઢી ઇંચ, વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 10:10 AM

Gir Somnath: જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે બે કલાકમાં સૂત્રાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કોડીનારમાં અઢી ઇંચ, વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. મોરડીયા પેઢાવાળા વચ્ચે ડાયવર્ઝન નદીમાં ફેરવાયું હતું. જૂનો પુલ તોડી નાખ્યો પણ નવો પુલ સમયસર પૂર્ણ ન કર્યો જેથી રાહદારીઓ જોખમી રીતે પુલ પરથી પસાર થવા મજબુર બન્યા છે. હાલ જોખમી પુલ પરથી પસાર રાહદારીઓ થઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ધોધમારવ રસાદના પગલે શહેરો પાણી-પાણી થયા છે. રાજકોટમાં દોઢ કલાકમાં અઢી ઈંચ વરસાદના પગલે 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. તો જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ જળમગ્ન બન્યા. બોટાદમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા. આ તરફ કચ્છમાં અબડાસામાં ત્રણ ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, મુંદ્રામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં ગુજરાતના 200થી વધુ તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસામાં જાણે આભ વરસી રહ્યુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યના કુલ 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય પણ અનેક સ્થળોએ સારો એવો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. તો ઘણા શહેરોમાં રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">