Gir Somnath: શ્રાવણ કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને કરાયો કેસરિયા પુષ્પોનો શણગાર- જુઓ Video
Gir Somnath: શ્રાવણ વદ કૃષ્ણ સપ્તમીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ મહાદેવને કેસરિયા પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો છે. ભોળાનાથને 205 કિલો કેસરિયા પુષ્પનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે. શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસર પર સોમનાથ મહાદેવને શૌર્ય અને ત્યાગના પ્રતિક સમાન કેસરિયા પુષ્પોથી શણગાર કરવામાં આવ્યો છે.
Gir Somnath: શ્રાવણમાં કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગનો 205 કિલોથી વધુ કેસરિયા પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યુ. મહાદેવના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ કેસરી પુષ્પોથી શણગાર કરાયેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.
કેસરી રંગ ત્યાગ, જ્ઞાન, પવિત્રતા અને સેવાનું પ્રતિક છે. શાસ્ત્રોમાં શ્રીરામ, શ્રીકૃષ્ણ અને અર્જુનના રથના ધ્વજનો રંગ કેસરી ગણાવ્યો છે. કેસરી રંગ બલિદાન અને બહાદુરીનું પ્રતિક છે. કેસરી રંગ એ સૂર્યોદય અને સૂર્યાસ્તનો પણ રંગ છે. કેસરી રંગ સનાતન ધર્મના જન્મ, મૃત્યુ અને જન્મના સતત ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્યની પહેલી કિરણ કેસરી પ્રકાશથી રાત્રિના અંધકારને દૂર કરે છે અને તેજ તેમજ ઊર્જા આપે છે. તેથી જ તે વિશ્વને જગાડનાર માનવામાં આવે છે.
સનાતન ધર્મમાં ભગવો રંગ ઋષિઓ અને તપસ્વીઓ દ્વારા પહેરવામાં આવે છે જે સંસાર છોડી મોક્ષના માર્ગે ચાલી નીકળ્યા હોય છે. સન્યાસીઓ ભગવા વસ્ત્રો પહેરે છે કારણ કે તે સંયમ, નિશ્ચય અને આત્મ-નિયંત્રણનું પ્રતીક પણ માનવામાં આવે છે. સનાતન સંસ્કૃતિમાં કેસરિયા રંગના મહત્વને ઉજાગર કરતો કેસરિયા પુષ્પ શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો