દમણ-વલસાડમાં ગૌ તસ્કરીની ઘટના આવી સામે, ગાયોને ઇન્જેક્શન આપતા એક ગાયનું મોત
દમણ અને વલસાડના ગામોમાં ગૌસ્તકરી સામે આવી છે. ગૌવંશજને ઇન્જેક્શન આપીને કારમાં લઇ જવાયા. જોકે આ ઘટનામાં એક ગાયનું મોત પણ થયું છે. અન્ય ગાયોની તસ્કરી કરી ગયા. ગાયોની તસ્કરીના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનાને કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે. તસ્કરી કરવા આ તમામ શખ્સો કારમાં આવ્યા હતા.
દમણ અને વલસાડના ગામોમાંથી ગાયોની તસ્કરી સામે આવી છે. જ્યાં ગૌવંશજને પહેલા તો ઇન્જેક્શન આપી દેવાય છે અને ગાયો બેભાન થાય એટલે અજાણ્યા શખ્સો તેમની તસ્કરી કરી જાય છે. તો, ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. દૃશ્યોમાં જોઇ શકાય છે કે રાતના સમયે એક કારમાં કેટલાંક શખ્સો આવે છે અને ગાયોને ઇન્જેક્શન લગાવી જાય છે અને મોકો જોઇને ગાયોની તસ્કરી કરે છે.
આ પણ વાંચો : વલસાડની કચેરીઓમાં આવી દિવાળી, પાલિકા, કચેરીઓમાં હાથ ધરાયું સાફ સફાઈ અભિયાન
જો કે ઘટના દરમિયાન એક ગાયનું તો મોત નીપજ્યું અને અન્ય કેટલીક ગાયોની તસ્કરી કરી ગયા. તો, ઘટનાનો ખુલાસો થતા લોકોમાં પણ રોષ ફેલાયો છે. લોકોએ માગ કરી છે, કે તાત્કાલિક ધોરણે ગૌવંશજની તસ્કરી કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
સોનીની દુકાનમા લૂંટારૂ મહિલાના વેપારીએ એવા હાલ કર્યા કે સહુ જોતા રહ્યા
ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાના બાળકો તમને વ્યસ્ત રાખશે, કર્મચારી તરફથી ટેકો મળશે
300 કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે
