અમદાવાદ : નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ, જુઓ વીડિયો
અમદાવાદના નરોડા પાટિયા પાસે રૂપિયા 5 લાખની ચીલઝડપ થઈ છે. શુક્રવારે રાત્રે બનેલી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લૂંટારૂઓ કેવી રીતે ચીલઝડપ કરીને ફરાર થઈ જાય છે.
અમદાવાદમાં દિવસે દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદના નરોડા પાટિયા પાસે રૂપિયા 5 લાખની ચીલઝડપ થઈ છે. શુક્રવારે રાત્રે બનેલી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લૂંટારૂઓ કેવી રીતે ચીલઝડપ કરીને ફરાર થઈ જાય છે.
આ પણ વાંચો- ખેડા વીડિયો : સિરપકાંડ મામલે નડિયાદ અને મહેમદાવાદની હોસ્પિટલને ફટકારાઇ નોટિસ, જાણો શું કરી ભુલ
ઘટના નરોડા પાટિયા પાસે આવેલી જીવનજ્યોતિ ગેસ એજન્સી પરની છે. જ્યાં જીવન જ્યોતિ ગેસ એજન્સીના માલિક રૂપિયા ભરેલો થેલો લઈને બહાર નીકળીને ટુ-વ્હીલર લઈને જવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમની પાસેથી થેલો આંચકી લીધો હતો અને ગણતરીની સેકન્ડોમાં રફૂચક્કર થઈ ગયા હતા.. ઘટનામાં નરોડા પોલીસે ફક્ત અરજી લઈને જ સંતોષ માન્યો છે.
