ગાંધીનગર : આજની કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ તૈયારીઓ પર સમીક્ષા, જુઓ વીડિયો
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારના સ્થાને આજે મંગળવારે કેબિનેટની બેઠક મળી છે. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી હોવાની માહિતી છે.
ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી છે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મધ્ય પ્રદેશના પ્રવાસે જવાના હોવાના કારણે એત દિવસ વહેલી કેબિનેટની બેઠક યોજાઇ છે. કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ તેઓ મધ્ય પ્રદેશ જવા રવાના થવાના છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારના સ્થાને આજે મંગળવારે કેબિનેટની બેઠક મળી છે. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી હોવાની માહિતી છે. સાથે જ મગફળી, સોયાબીન સહિત ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદીની સમીક્ષા પણ કરવામાં આવશે. રાજ્ય સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનોની પણ સમીક્ષા થશે તેવી માહિતી છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
